આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM
BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
અવિદ્યા
(માયા) થી ઉત્પન્ન થયેલા શરીર (વગેરે) જેવા દૃશ્ય પદાર્થો,પાણી ના પરપોટા જેવા
નાશવંત છે,
જેથી,”હું
શરીર નથી” પણ ”હું વિલક્ષણ,અવિનાશી,નિર્મળ બ્રહ્મ(આત્મા-પરમાત્મા) છું” એમ જાણવું.
(૩૧)
“હું
દેહથી જુદો છું,તેથી મારો જન્મ-મૃત્યુ (ઘડપણ-દુર્બળતા-વગેરે)
નથી” તેમ જ
“હું
ઇન્દ્રિય-રહિત છું તેથી, મને શબ્દ-વગેરે વિષયોનો
સંગ નથી.” (એમ જાણવું) (૩૨)
“આત્મા,
એ પ્રાણરહિત,મનરહિત અને ઉજ્જવળ છે” એવી શ્રુતિ ઓ ની આજ્ઞા થી સિદ્ધ થાય છે કે-
“હું
મન રહિત છું,તેથી મને સુખ-દુઃખ,રાગદ્વેષ કે ભય (વગેરે) નથી” (એમ જાણવું) (૩૩)
હું
નિર્ગુણ(ગુણો રહિત),નિષ્ક્રિય(ક્રિયા રહિત),નિત્ય,નિર્વિકલ્પ (વિકલ્પો રહિત),નિરંજન
(નિર્લેપ),
નિર્વિકાર,નિરાકાર,નિર્મળ
અને નિત્ય મુક્ત છું. (એમ જાણવું) (૩૪)
હું
આકાશ ની પેઠે સર્વમાં અંદર અને બહાર રહેલો છું, અવિનાશી છું,સર્વ માં સદાય સરખો જ
છું,
સિદ્ધ
છું,સંગ રહિત (અસંગ),નિર્મળ અને અચળ છું (એમ જાણવું) (૩૫)
જે
પરબ્રહ્મ (પરમાત્મા) નિત્ય શુદ્ધ, મુક્ત,એક,અખંડ,આનંદ-રૂપ,અદ્વૈત, સત્ય,જ્ઞાનમય
અને અનંત છે,
તે
હું જ (હું આત્મા-પરમાત્મા-રૂપ) છું (તેમ જાણવું) (૩૬)
“બ્રહ્મૈવાસ્મિ-એટલે
હું જ બ્રહ્મ છું” એમ નિરંતર કરેલી ભાવના,
જેમ ઔષધ રોગ નો
નાશ કરે છે,તેમ,અવિદ્યા (માયા) એ કરેલા વિક્ષેપોનો નાશ કરે છે. (૩૭)
પ્રથમ
તો અત્યંત રાગરહિત (અનાસક્ત) અને અતિશય જીતેન્દ્રિય થઇ,એકાંત પ્રદેશ માં બેસવું,
અને પછી,
બીજા
કોઈ પણ વિષયમાં બુદ્ધિ રાખ્યા વગર,તે અનંત એક જ પરમાત્મા (બ્રહ્મ) નું ચિંતન કરવું
(૩૮)
ઉત્તમ
બુદ્ધિવાળા પુરુષે,સમગ્ર દૃશ્ય જગતનો બુદ્ધિવડે આત્મા માં જ લય કરી,
“એક” જ આત્મા
(પરમાત્મા-બ્રહ્મ) ને “નિર્મળ આકાશ” ની જેમ (જેવો ધારી) સદા ચિંતવવો. (૩૯)