આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM
BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
જાગ્રત
અવસ્થા માં બુદ્ધિ કામ કરતી હોય ત્યારે જ રાગ-ઈચ્છા,સુખ-દુઃખ વગેરે થતાં લાગે છે,
પણ
સુષુપ્તિમાં બુદ્ધિ નો લય થતાં તેમાંનું (સુખ-દુઃખ-વગેરે) કાંઇ પણ હોતું નથી,
આ
પર થી સિદ્ધ થાય છે કે તે બધા (સુખ-દુઃખ વગેરે) બુદ્ધિ ના ધર્મો છે આત્મા ના
નહિ. (૨૩)
જેમ પ્રકાશ
સૂર્યનો સ્વભાવ છે,શીતળતા પાણી નો સ્વભાવ છે,અને ઉષ્ણતા અગ્નિ નો સ્વભાવ છે,
તેમ,સત્,ચિત્.આનંદ
અને નિત્ય નિર્મળતા એ આત્મા નો સ્વભાવ છે.
(૨૪)
બુદ્ધિ
ની વૃત્તિ, એ આત્મા નો સત્ અને ચિત્ત –એ બંને ને અવિવેક થી ભેગાં (એકઠાં) જોડી ને,
(અહમ
પેદા કરી ને) “હું બધું જ પૂર્ણ પણે જાણું છું “ એમ સમજી ને પ્રવૃત્તિ કરાવે
છે. (૨૫)
આત્મા
ને કદી વિકાર નથી,અને બુદ્ધિ ને કદી બોધ નથી, છતાં આત્મા બુદ્ધિ માં પ્રતિબિંબિત
થઇ,
જીવભાવ
પામે છે ને જીવ “હું બધું પૂર્ણપણે જાણું છું,કરું છું,જોઉં છું” એમ મોહ પામે છે. (૨૬)
જેમ ભ્રાંતિ થી
દોરીને સાપ માની (અજ્ઞાનથી) મનુષ્ય ભય પામે છે,
તેમ
અજ્ઞાનથી
પોતાને જીવ (શરીર) જાણી ને જ સંસારથી ભય પામે છે, પરંતુ
“હું
જીવ નથી પણ પરમાત્મા (આત્મા) છું” આવા જ્ઞાન થી પોતે પોતાને જાણે તો તે નિર્ભય બને
છે.(૨૭)
જેમ દીવો,ઘડો (વગેરે)
ને પ્રકાશિત કરે છે,પણ ઘડો (વગેરે) દીવા ને પ્રકાશિત કરી શકતા નથી,
તેમ આત્મા, જ
બુદ્ધિ (વગેરે ઇન્દ્રિયો) ને પ્રકાશિત કરે છે,પરંતુ
જડ
એવાં જે બુદ્ધિ (વગેરે ઇન્દ્રિયો) પોતાથી તે આત્મા ને પ્રકાશિત કરી શકતાં નથી. (૨૮)
જેમ
દીવો
પ્રકાશમય છે ,તેથી તેને પોતાને પ્રકાશિત થવા માટે બીજા કોઈ દીવાની જરૂર પડતી નથી,
તેમ, આત્મા કેવળ
જ્ઞાન-રૂપ છે તેથી તેને પોતાને જ્ઞાન-રૂપ કરવામાં,
પોતાના
સિવાય બીજા કોઈના જ્ઞાન ની ઈચ્છા (જરૂર) હોતી નથી. (૨૯)
“નેતિ-નેતિ”
“બ્રહ્મ આવું નથી,આવું નથી” એ શ્રુતિ વાક્ય ને અનુસરી, સર્વ ઉપાધિઓ (માયા) નો
નિષેધ કરી,
“તત્ ત્વમસિ” “તે તું
(બ્રહ્મ) છે” એવા મહાવાક્યો દ્વારા આત્મા-પરમાત્મા ની એકતા જાણવી (૩૦)