તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
માટે “તત્વમસિ” વગેરે વેદવાક્ય ના પ્રમાણ થી,”બ્રહ્મ” નું આત્મ-રૂપી જ્ઞાન,
જે યુક્તિ થી થાય છે-તે યુક્તિ અહીં કહેવામાં આવે છે. (૨૧)
“તત્વમસિ” એ વાક્યમાં પ્રથમ “ત્વમ” પદ ના અર્થ નું જો યથાર્થ જ્ઞાન (શોધન) કર્યું હોય તો,જ
તે આખા વાક્ય નો વિચાર સંભવી શકે છે,બીજ કોઈ પ્રકારે નહિ.
માટે પ્રથમ “ત્વમ” પદ નું શોધન (યથાર્થ જ્ઞાન) કર્યું છે. (૨૨)
“ત્વમ” પદ નો વાચ્યાર્થ (મુખ્ય અર્થ) એ છે કે-
જે દેહ-ઇન્દ્રિય વગેરે ના ધર્મો ને પોતાનામાં ખોટા (ખોટી રીતે) માની લે છે, અને
“કર્તા-પણું” (હું કરું છું તેવું) વગેરે નું મિથ્યાભિમાન કરે છે તે જીવાત્મા. (૨૩)
“ત્વમ” પદ નો લક્ષ્યાર્થ-એ છે કે-
જે (આત્મા) પોતે જ્ઞાન-સ્વ-રૂપ હોવાથી,દેહ-ઇન્દ્રિય વગેરે નો કેવળ સાક્ષી જ છે.અને તેથી તે, દેહ-ઇન્દ્રિય વગેરે થી જુદો અને જુદા લક્ષણ વાળો (વિલક્ષણ) છે.અને તે “શુદ્ધાત્મા” “ત્વમ” છે. (૨૪)
માત્ર વેદાંત-વાક્યોથી જાણી શકાતું,જગતથી પર,અવિનાશી,અવિકારી,અદ્વૈત,અતિ શુદ્ધ અને
જે કેવળ સ્વાનુભવ થી જ જાણી શકાય છે,તે પરબ્રહ્મ “તત્” પદ નો “લક્ષ્યાર્થ” છે. (૨૫)
“તત્” અને “ત્વમ” એ બંને પદો નો “સમાનાધિકરણ્ય” નામનો સંબંધ છે. અને તેથી જ (આવી રીતે)
વેદાંતો (ઉપનિષદો) “બ્રહ્મ” ની “એકતા” સિદ્ધ કરે છે. (૨૬)
પછી ના શ્લોક ૨૭ થી ૪૨ માં “તત્” અને “ત્વમ” શબ્દ એક જ છે એવી-
“એકતા” નું વ્યાકરણ ની દ્રષ્ટિએ વિશ્લેષણ કરી ને બતાવ્યું છે.(૨૭-૪૨)
“અહં બ્રહ્મ” (હું બ્રહ્મ છું) એવું જ્ઞાન જેને થાય છે,તે શોક-રૂપ સંસારથી છૂટે છે.
ઉપનિષદો ના મહાવાક્યો થી જ “આત્મા” પ્રકાશમાન થાય છે. અને
આગળ-પાછળ ના અનુસંધાન થી “તત્” અને “ત્વમ” પદ ની એકતા પણ સમજાય છે.(૪૩)
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA