Nov 1, 2011

PAGE-4


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

જેમ ફોતરાંની વચમાં રહેલા (ઢંકાયેલા) શુદ્ધ ચોખાને ખાંડી ને ફોતરાં થી અલગ કરવામાં આવે છે,
તેમ શરીર (વગેરે કોશોરૂપ) ફોતરાં થી શુદ્ધ આત્મા ઢંકાયેલો છે,
તેને શાસ્ત્રો માં દર્શાવેલ યુક્તિરૂપ ખાંડવાની ક્રિયાથી અલગ કરવો.     (૧૬)

આત્મા સદા સર્વ-વ્યાપક છે,છતાં બધે ઠેકાણે તે પ્રકાશતો નથી,પણ
સ્વચ્છ પદાર્થો (પાણી-આયનો)માં જેમ પ્રતિબિંબ પ્રકાશે છે,તેમ નિર્મળ બુદ્ધિ માં જ તે પ્રકાશે છે.(૧૭)

જેમ રાજા,પોતાની પ્રજા અને પ્રધાનમંડળ થી જુદો હોઈ,પ્રજા અને પ્રધાનો ના વર્તન નો માત્ર સાક્ષી છે,
તેમ આત્મા, દેહ,મન,બુદ્ધિ રૂપ પ્રકૃતિ ના વર્તનો નો (વિકારો નો) માત્ર સાક્ષી જ છે,
આમ આત્મા ને સદા રાજા જેવો જાણવો.    (૧૮)

જેમ આકાશમાં ચંદ્ર ની આગળનાં વાદળાં પવન થી દોડતાં હોય,તો ચંદ્ર દોડતો હોય તેવું જણાય છે,
તેમ,ઇન્દ્રિયો જ વ્યાપાર કરી રહી હોય છે,છતાં અવિવેકી (અજ્ઞાની) ને,
આત્મા જ વ્યાપાર કરતો હોય તેવું જણાય છે.(જે સાચું નથી)     (૧૯)

જેમ સુર્યના પ્રકાશ નો આશ્રય કરી લોકો પોતપોતાના કામોમાં લાગે છે,
તેમ આત્મા ના ચૈતન્ય નો આશરો કરી, દેહ,ઇન્દ્રિયો,મન અને બુદ્ધિ-
પોતપોતાનાં કામોમાં (વિષયોમાં) પ્રવૃત્તિ કરે છે.    (૨૦)

જેમ આકાશ નિર્મળ હોવાં છતાં તેના પર વાદળી રંગ –વગેરેનો ખોટો આરોપ અજ્ઞાનથી લોકો કરે છે,
તેમ, આત્મા માં અવિવેક ને લીધે જ અજ્ઞાનીઓ દેહ,ઇન્દ્રિયો,ગુણો,કર્મો વગેરે નો ખોટો આરોપ કરેછે. (૨૧)

જેમ પાણી નું ચાલવું,કે પાણીમાં પ્રતિબિંબિત થતા ચંદ્ર ને જોઈ તેને ચંદ્ર કલ્પવામાં આવે છે,
તેમ,મન ની :ઉપાધિ-રૂપ” અજ્ઞાન ને લીધે જ આત્મા માં કર્તાપણું વગરે ની કલ્પના કરાય છે.
(ખરી રીતે તો આત્મા માં કર્તાપણું છે જ નહિ)      (૨૨)