Nov 2, 2011

PAGE-2-તત્વોપદેશ

PAGE-2
તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
                NEXT PAGE

વળી આનાથી વિરુદ્ધ –જો અનેક વિષયો અને અનેક ઇન્દ્રિયો રૂપ આત્મા જો (જુદા જુદા) હોય ,
તો અનેક સ્વામી વાળા, આ દેહ ની વ્યવસ્થા પણ જળવાઈ રહે નહિ,
જેમ,એક દેશમાં જો એક જ રાજા  હોય તો જ ત્યાં રાજ્ય-વ્યવસ્થા બરોબર જળવાઈ રહે છે,
તેમ,દેહમાં એક જ, “આત્મા-રૂપ સ્વામી” હોય તો જ બરાબર વ્યવસ્થા જળવાઈ રહે.   (૮)

એ જ પ્રમાણે “મન” અથવા “પ્રાણ” પણ તું (ત્વમ=આત્મા) નથી. કેમ કે એ બંને જડ છે.
“મારું મન બીજે ઠેકાણે ગયું છે” એમ જે આપણે કહીએ છીએ, તેથી,
મન અને આત્મા જુદાં છે એવો અનુભવ થાય છે.  (૯)

તેમ જ “મારો પ્રાણ ભૂખ અને તરસ થી પીડાય છે” એમ જે આપણે કહીએ છીએ,તેથી,
પ્રાણ અને આત્મા પણ જુદાજુદા છે તેવો અનુભવ થાય છે.
વળી આત્મા તો મન અને પ્રાણ નો દ્રષ્ટા છે,તેથી,
જેમ ઘડાને જોનાર ઘડાથી જુદો હોય છે તેમ,આત્મા,મન અને પ્રાણ થી જુદો જ છે.  (૧૦)

એ જ રીતે “બુદ્ધિ” પણ તું (ત્વમ=આત્મા) નથી.કેમકે-
બુદ્ધિ સુષુપ્તિ અવસ્થામાં લય પામે છે (કારણકે તે વેળા તે આત્મા ના સંબંધ વિનાની હોય છે) અને
જાગ્રત અવસ્થામાં ચૈતન્ય-આત્મા ની છાયા (પ્રતિબિંબ) સાથે સંબંધ પામી ને જ,
આખા શરીર માં વ્યાપી ને રહે છે, માટે જ આત્મા એ બુદ્ધિ નથી.  (૧૧)

જાગ્રત અવસ્થામાં એ “બુદ્ધિ” ચૈતન્ય-આત્મા ના સંબંધવાળી હોઈ ને જ,
અનેક રૂપ-વાળી તથા અતિ-ચંચળ બને છે,અને સુષુપ્તિમાં આત્માનો સંબંધ છૂટવાથી લય પામે છે,
પણ તું (ત્વમ) તો એ બુદ્ધિ નો દ્રષ્ટા,પ્રકાશક અને સદા એક જ રૂપવાળો હોઈ તેનાથી જુદો છે. (૧૨)

સુષુપ્તિમાં દેહ-વગેરે નો અભાવ હોય છે,તો પણ એ દેહના સાક્ષી તરીકે તું (આત્મા) તો હોય છે,જ.
કારણ કે ઉંઘી ને ઉઠ્યા પછી, જાગ્રત સમયે “આજે  હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો” એમ એવો,
પોતાના આત્મા નો અનુભવ થાય છે, તેથી પણ સાબિત થાય છે કે-
પોતાના સિવાય આત્મા નો બીજો કોઈ પ્રકાશક નથી.  (૧૩)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

                NEXT PAGE