Nov 1, 2011

PAGE-2


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

રાગ-દ્વેષ વગેરે દ્વંદો થી ભરેલો સંસાર “સ્વપ્ન” જેવો છે.
જેમ ઊંઘમાં સ્વપ્ન ચાલતું હોય ત્યારે તે સાચા જેવું જ લાગે છે,પણ જાગ્યા પછી તે જુઠ્ઠું જ છે,

તેમ અજ્ઞાન દશામાં પણ સંસાર જયાં સુધી આંખથી દેખાય છે, ત્યાં સુધી,સાચા જેવો જ દેખાય છે,
પણ,(સત્ય) “જ્ઞાન” થયા પછી તે જુઠ્ઠો (મિથ્યા) જ છે.(જુઠ્ઠો પ્રતીત થાય છે)      (૬)

જેમ છીપલા માં ભ્રમથી (ભ્રાંતિ થી) જણાયેલું રૂપું (ચાંદી),
જ્યાં સુધી છીપલા નું જ્ઞાન ના થાય ત્યાં સુધી “તે રૂપું જ છે” એમ સાચું લાગે છે,

તેમ સર્વ ના મૂળ આશ્રય-સ્થાન-રૂપ અદ્વૈત (એક) “બ્રહ્મ” નું જ્યાં સુધી જ્ઞાન થતું નથી,
ત્યાં સુધી, આ જગત (વિશ્વ) સાચું જ જણાય છે.         (૭)

જેમ પાણી માંથી પરપોટો ઉત્પન્ન (ઉત્પત્તિ) થાય છે,અને પાણી પર સ્થિર (સ્થિતિ) રહે છે, અને
તે પરપોટો ફૂટી જઈ ને પાણીમાં જ મળી (લય) જાય છે,
તેમ, સર્વના આધાર અને મૂળ કારણ પરમાત્મા માં બધું જગત,ઉત્પત્તિ,સ્થિતિ અને લય ને પામે છે. (૮)

જેમ સોનામાંથી કડાં,કુંડળો વગેરે દાગીના બનાવાય છે,પણ છેવટે તો તે બધું સોનું જ છે,
તેમ એક નિત્ય અને વ્યાપક,સત્-ચિત્-આનંદ સ્વરૂપ પરમ તત્વ (પરમાત્મા)
જગત ના જાત જાત ના જીવોમાં વિલસી રહ્યું છે.(ખરી રીતે તે બધું આત્મા=પરમાત્મા જ છે)   (૯)

જેમ, માટી ના ઘડા ના આકાર (ઉપાધિ-માયા) ને લીધે ઘડાની અંદર ના આકાશ ને “ગડાકાશ” કહે છે,
અને તે બહાર રહેલા “મહાકાશ” થી જુદું હોય તેમ જણાય છે (કહેવાય છે),
પણ ઘડો ફૂટી જતાં તે અંદર નું ગડાકાશ, બહાર ના “મહા આકાશ” માં મળી જાય છે,
ખરી રીતે તો મૂળ “આકાશ” (કે મહાકાશ) એક જ છે.

તેમ, ઇન્દ્રિયો નો નિયંતા,અને આકાશ જેવો વ્યાપક “એક પરમાત્મા”,
અનેક જાતના “શરીર રૂપી” ઉપાધિઓ (માયા) માં “આત્મા”-રૂપે રહેલો હોઈ,
તે ઉપાધિઓ ના ભેદ થી,અનેક-રૂપે (જુદો-જુદો) હોય તેવો લાગે છે, પણ,
તે-તે- ઉપાધિઓ નો  (શરીરનો) નાશ થતા કેવળ એક જ રૂપ (પરમાત્મા રૂપ) થાય છે.  (૧૦)