Nov 2, 2011

PAGE-1-તત્વોપદેશ

તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

    NEXT PAGE


ગુરુએ શિષ્ય ને કહ્યું કે-“તત્વમસિ” એ વાક્ય માં રહેલા “ત્વમ” પદ ના અર્થ નું તું વિવેચન કર. (૧)

આ દેહ દૃશ્ય છે,જાતિ વગેરે ધર્મો થી યુક્ત છે, તે ભૂતો નો (પંચમહાભૂતોનો વિકારથી) બનેલો છે,
અશુદ્ધ છે,અનિત્ય જ છે, તેથી તું (ત્વમ=આત્મા) એ દેહ નથી     (૨)

તું (ત્વમ) તો અદૃશ્ય,રૂપ-રહિત,જાતિ-રહિત,ભૂતો થી (પંચમહાભૂતો ના વિકારથી) નહિ બનેલો,
તું (ત્વમ) શુદ્ધ,નિત્ય,અને “દ્રષ્ટા-રૂપ” છે. વળી,
જેમ,ઘડો એ દૃશ્ય પદાર્થ છે –એટલે તે (ઘડો પોતે) દ્રષ્ટા હોઈ શકે નહિ,
તેમ, દેહ પણ દૃશ્ય (આંખો થી જોઈ શકાય તેવો) હોવાથી,દ્રષ્ટા(દૃશ્ય ને જોનાર) હોઈ શકે નહિ. (૩)

તેમ જ તું (ત્વમ) ઇન્દ્રિયો પણ નથી, કેમકે, ઇન્દ્રિયો કરણ (વિષયો ને ગ્રહણ કરનાર સાધન) કહેવાય છે,
તું (ત્વમ) તો ઇન્દ્રિયો નો પ્રેરક છે,માટે તેઓથી જુદો છે, વળી જે કર્તા હોય તે ‘કરણ” હોઈ શકે નહિ.(૪)

તેમ જ એ ઇન્દ્રિયો તો જુદી જુદી અનેક છે, અને તું (ત્વમ) તો “એક” જ છે,
તેથી પણ તું (ત્વમ) ઇન્દ્રિયો થી જુદો છે.
જુદી જુદી ઇન્દ્રિયોથી થતી જુદી જુદી દરેક ક્રિયાઓ (કર્મો) માં “હું કર્મ કરું છું” એમ ભાન થાય છે,
તું (ત્વમ) એ કર્મો નો કરનાર નથી,માટે પણ તું એક-એક જુદુ-જુદી ઇન્દ્રિયો-રૂપ નથી.   (૫)

એ જ રીતે તું (ત્વમ) ઇન્દ્રિયો નો સમુદાય પણ નથી. કેમ કે એ ઇન્દ્રિયોમાંની એકાદનો પણ નાશ થાય,
તો પણ, “હું” (અહમ) એવી બુદ્ધિ તો એમ ની એમ જ રહે છે,
જો ઇન્દ્રિયો નો સમુદાય “આત્મા” (ત્વમ) હોય તો એકાદ ઇન્દ્રિય નો નાશ થતાં,પણ,
“આત્મા ના અસ્તિત્વ નું જે જ્ઞાન” રહે છે તે રહે જ નહિ.   (૬)

પ્રત્યેક (જુદી-જુદી) ઇન્દ્રિય પણ “આત્મા” નથી. જો આ દેહની જુદી-જુદી ઇન્દ્રિયો પોતે પોતાની સ્વામી બને,
તો પ્રત્યેક જુદીજુદી ઇન્દ્રિય,જુદા-જુદા અનેક મતના આશ્રય વાળી બને,અને અનેક વિષયોમાં ખેંચાઈ ને નાશ પામે. પણ આત્મા નો તો નાશ નથી-એટલે  પ્રત્યેક જુદી જુદી ઇન્દ્રિય –એ-આત્મા નથી. (૭)


TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA


    NEXT PAGE