क्व निरोधो विमूढस्य यो निर्बन्धं करोति वै । स्वारामस्यैव धीरस्य सर्वदासावकृत्रिमः ॥ ४१॥
જે હઠથી પ્રયત્ન કરે છે,તે મૂઢ (અજ્ઞાની) પુરુષને ચિત્ત નો નિરોધ ક્યાંથી થાય ? પણ,
--આત્મામાં જ રમણ કરનાર જ્ઞાનીને એ ચિત્ત નિરોધ સર્વદા અને સહજ હોય છે. (૪૧)
भावस्य भावकः कश्चिन् न किञ्चिद् भावकोपरः । उभयाभावकः कश्चिद् एवमेव निराकुलः ॥ ४२॥
કોઈ એક ભાવરૂપ (પ્રપંચ-માયા) ને “સત્ય” માનવાવાળો છે,
--તો બીજો કોઈ અભાવરૂપ “કશુજ નથી (મિથ્યા)” માનનારો હોય છે,જયારે
--કોઈ વિરલ એ બંને (ભાવ-અભાવ) ને નહિ માનવા વાળો “જે ને તે” સ્થિતિમાં શાંત રહે છે. (૪૨)
शुद्धमद्वयमात्मानं भावयन्ति कुबुद्धयः । न तु जानन्ति संमोहाद्यावज्जीवमनिर्वृताः ॥ ४३॥
દુર્બુદ્ધિ પુરુષો શુદ્ધ અને અદ્વિતીય “આત્મા” ની “ભાવના” કરે છે, પણ,
--“મોહ” ને લીધે તે આત્માને જાણતા નથી (કે જાણવાનો પ્રયત્ન કરતા નથી) અને એથી,
--સારા યે (આખા) જીવન દરમિયાન તે “સુખ” વગરના રહે છે. (૪૩)
मुमुक्षोर्बुद्धिरालम्बमन्तरेण न विद्यते । निरालम्बैव निष्कामा बुद्धिर्मुक्तस्य सर्वदा ॥ ४४॥
મુમુક્ષુ (મોક્ષ ને ઇચ્છનાર) ની બુદ્ધિ,સંસારિક વિષયોના આલંબન (આધાર) વગર રહી શકતી નથી,
--જયારે મુક્તની બુદ્ધિ સર્વદા નિષ્કામ અને વિષયોના આલંબન (આધાર) વગરની હોય છે. (૪૪)
विषयद्वीपिनो वीक्ष्य चकिताः शरणार्थिनः । विशन्ति झटिति क्रोडं निरोधैकाग्रसिद्धये ॥ ४५॥
“વિષયો-રૂપી વાઘ” ને જોઈને,ગભરાયેલા અને પોતાના શરીરની ચિંતાથી પોતાનું રક્ષણ કરવા,
--શરણું ઇચ્છતા તેવા મૂઢો (અજ્ઞાનીઓ) “ચિત્તના નિરોધ અને એકાગ્રતા”ની સિદ્ધિ માટે,
--જલ્દીથી પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે.(૪૫)
निर्वासनं हरिं दृष्ट्वा तूष्णीं विषयदन्तिनः । पलायन्ते न शक्तास्ते सेवन्ते कृतचाटवः ॥ ४६॥
જયારે “વાસનારહિત (વાસના-વગરના) પુરુષ-રૂપ” સિંહને જોઈને “વિષયો-રૂપી વાઘ” નાસી જાય છે,
--અને અસમર્થ અને ક્રિયામાં આસક્ત રહેનારા તે મૂઢો (અજ્ઞાનીઓ) ખુદ આવી ને,તે,
--વાસના વગરના મુક્ત-જ્ઞાની પુરુષોનું સેવન (સત્સંગ-વગેરે) કરે છે. (૪૬)
न मुक्तिकारिकां धत्ते निःशङ्को युक्तमानसः । पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन्नश्नन्नास्ते यथासुखम् ॥ ४७॥
નિશંક (શંકા-સંશય વગરનો) અને સ્થિર મનવાળો,જ્ઞાની-મુક્ત પુરુષ,
--મોક્ષને માટે ક્રિયાઓ (સાધનાઓ-કર્મો) કરતો નથી (ક્રિયાઓનો આગ્રહ રાખતો નથી) પણ,
--જોતો,સાંભળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો –(કશામાં આસક્ત થયા વિના) સુખમાં રહે છે. (૪૭)
वस्तुश्रवणमात्रेण शुद्धबुद्धिर्निराकुलः । नैवाचारमनाचारमौदास्यं वा प्रपश्यति ॥ ४८॥
યથાર્થ વસ્તુ (સત્ય) ના શ્રવણ માત્રથી જ શુદ્ધ બનેલી બુદ્ધિવાળો,અને સ્વસ્થ ચિત્તવાળો,મનુષ્ય,
--કર્મ કે અકર્મ (વિકર્મ-ઉદાસીનતા) ને જોતો નથી.(૪૮)
यदा यत्कर्तुमायाति तदा तत्कुरुते ऋजुः । शुभं वाप्यशुभं वापि तस्य चेष्टा हि बालवत् ॥ ४९॥
શુભ કે અશુભ ,જયારે જે કંઈ પણ કરવાનું આવે, તે એ સરળ (મુક્ત-જ્ઞાની) મનુષ્ય કરે છે,
--અને તેનો વ્યવહાર અને ચેષ્ટા (વર્તન) બાળકના જેવું હોય છે.(બાળક જેવું દેખાય છે) (૪૯)
स्वातन्त्र्यात्सुखमाप्नोति स्वातन्त्र्याल्लभते परम् । स्वातन्त्र्यान्निर्वृतिं गच्छेत्स्वातन्त्र्यात् परमं पदम् ॥ ५०॥
સ્વતંત્રતા(મુક્તતા)થી (જ્ઞાની) “સુખ”ને પામે છે,સ્વતંત્રતાથી “પર-બ્રહ્મ”ને મેળવે છે,
-- સ્વતંત્રતાથી પરમાનંદને પ્રાપ્ત કરે છે,સ્વતંત્રતાથી પરમ-પદની (સ્વ-રૂપની) પ્રાપ્તિ થાય છે. (૫૦)
अकर्तृत्वमभोक्तृत्वं स्वात्मनो मन्यते यदा । तदा क्षीणा भवन्त्येव समस्ताश्चित्तवृत्तयः ॥ ५१॥
જયારે મનુષ્ય,પોતાના આત્મા ને અકર્તા (કર્મ નહિ કરનાર) અને અભોક્તા (ફળ નહિ ભોગવનાર) માને છે,
--ત્યારે તેની બધી ચિત્ત વૃત્તિઓનો નાશ થાય છે. (૫૧)
उच्छृङ्खलाप्यकृतिका स्थितिर्धीरस्य राजते । न तु सस्पृहचित्तस्य शान्तिर्मूढस्य कृत्रिमा ॥ ५२॥
ધીર (જ્ઞાની) પુરુષની શાંતિ વગરની (ઉચ્છ્રુંખલ) સ્વાભાવિક સ્થિતિ શોભે છે,પણ,
--સ્પૃહા (ઈચ્છા) યુક્ત ચિત્ત વાળા મૂઢ (અજ્ઞાની)ની શાંતિ કૃત્રિમ હોઈ શોભતી નથી. (૫૨)
विलसन्ति महाभोगैर्विशन्ति गिरिगह्वरान् । निरस्तकल्पना धीरा अबद्धा मुक्तबुद्धयः ॥ ५३॥
જેઓએ “કલ્પના” નો ત્યાગ કર્યો છે,જે બંધન વગરના છે અને જેમની બુદ્ધિ “મુક્ત” છે,
--એવા ધીર (જ્ઞાની) પુરુષો પણ કદીક (પ્રારબ્ધ વશાત)
--મોટા ભોગો ભોગવે છે અને પર્વતની ગુફાઓમાં પણ પ્રવેશ કરે છે. (૫૩)
श्रोत्रियं देवतां तीर्थमङ्गनां भूपतिं प्रियम् । दृष्ट्वा सम्पूज्य धीरस्य न कापि हृदि वासना ॥ ५४॥
પંડિત,દેવતા કે તીર્થનું પૂજન કરતાં,અને સ્ત્રી,રાજા કે પુત્રો વગેરેને જોતાં,
--ધીર (જ્ઞાની) પુરુષના મનમાં કોઈ વાસના હોતી નથી.(૫૪)
भृत्यैः पुत्रैः कलत्रैश्च दौहित्रैश्चापि गोत्रजैः । विहस्य धिक्कृतो योगी न याति विकृतिं मनाक् ॥ ५५॥
નોકરો,પુત્રો,પુત્રી,પત્ની,ભાઈ કે સગાસંબંધી ઓ મશ્કરી કરે કે ધિક્કારે,તેમ છતાં,
--યોગી (ધીર-જ્ઞાની) જરા પણ વિકાર (ક્રોધ-દુઃખ) પામતો નથી.(૫૫)
सन्तुष्टोऽपि न सन्तुष्टः खिन्नोऽपि न च खिद्यते । तस्याश्चर्यदशां तां तां तादृशा एव जानते ॥ ५६॥
ધીર (જ્ઞાની) પુરુષ સંતુષ્ટ (સંતોષી) છે,છતાં સંતુષ્ટ નથી,અને,
--ખિન્ન (ક્રોધિત-દુઃખી) હોવા છતાં પણ ખેદ (દુઃખ) પામતો નથી,
--તેની એવી આશ્ચર્ય-ભરી અવસ્થા તો એના જેવા જ જાણી શકે !! (૫૬)
कर्तव्यतैव संसारो न तां पश्यन्ति सूरयः । शून्याकारा निराकारा निर्विकारा निरामयाः ॥ ५७॥
કર્તવ્યતા (મારું આ કર્તવ્ય છે એવું માનવું) એ જ સંસાર છે,પણ એ કર્તવ્યતાને,
--શૂન્યાકાર,આકારરહિત,વિકારરહિત,અને દુઃખ રહિત જ્ઞાનીઓ (તેમ) “જોતા” નથી.(૫૭)
अकुर्वन्नपि सङ्क्षोभाद् व्यग्रः सर्वत्र मूढधीः । कुर्वन्नपि तु कृत्यानि कुशलो हि निराकुलः ॥ ५८॥
મૂઢ (અજ્ઞાની) કર્મો,ના,કરતો હોય,તેમ છતાં ક્ષોભ (સંકલ્પ-વિકલ્પ)ને લીધે બધે વ્યાકુળ બને છે,
--જયારે કુશળ (જ્ઞાની) પુરુષ કર્મો કરતો હોવા છતાં વ્યાકુળ થતો નથી. (૫૮)
सुखमास्ते सुखं शेते सुखमायाति याति च । सुखं वक्ति सुखं भुङ्क्ते व्यवहारेऽपि शान्तधीः ॥ ५९॥
જ્ઞાની (શાંત બુદ્ધિ વાળો) વ્યવહારમાં પણ સુખે બેસે છે,સુખે સુએ છે,સુખે આવે છે-જાય છે,
--સુખે બોલે છે અને સુખે ખાય છે.(૫૯)
स्वभावाद्यस्य नैवार्तिर्लोकवद् व्यवहारिणः । महाहृद इवाक्षोभ्यो गतक्लेशः सुशोभते ॥ ६०॥
સામાન્ય લોકોની જેમ વ્યવહાર કરવા છતાં પણ જેને સ્વ-ભાવથી જ દુઃખ થતું નથી,
--તે મનુષ્ય મોટા સરોવરની જેમ ક્ષોભ-રહિત,કલેશ-રહિત (વગરનો) હોઈ શોભે છે. (૬૦)