Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૯

પ્રકરણ-૧૩

 

॥ जनक उवाच ॥

अकिञ्चनभवं स्वास्थं कौपीनत्वेऽपि दुर्लभम् । त्यागादाने विहायास्मादहमासे यथासुखम् ॥ १॥

“કાંઇ પણ ના હોવાની “ (શૂન્યતા)  સ્થિતિથી ઉત્પન્ન થતી માનસિક સ્વસ્થતા,

--કૌપીન ધારણ કરવાથી (કે માત્ર,ભગવાં પહેરવાથી) પણ અપ્રાપ્ય છે,

--ત્યાગ અને ગ્રહણ એ બંનેના વિચાર છોડી દઈ ને હું સુખપૂર્વક સ્થિત છું.(૧)

 

कुत्रापि खेदः कायस्य जिह्वा कुत्रापि खेद्यते । मनः कुत्रापि तत्त्यक्त्वा पुरुषार्थे स्थितः सुखम् ॥ २॥

કશામાં ક્યાંક શરીરનું દુઃખ,કશામાં જીભનું દુઃખ,તો કશામાં ક્યાંક વળી મનનું દુઃખ,એટલે,

--આ બધું છોડીને હું માત્ર આત્મ-પ્રાપ્તિના પુરુષાર્થમાં સુખપૂર્વક સ્થિત છું. (૨)

 

कृतं किमपि नैव स्याद् इति सञ्चिन्त्य तत्त्वतः । यदा यत्कर्तुमायाति तत् कृत्वासे यथासुखम् ॥ ३॥

“કોઈ પણ કર્મ કરી શકાતું જ નથી (કરાતું જ નથી)” એમ “તત્વ-દૃષ્ટિ” થી વિચારીને,

--જે વખતે જે કર્મ સહજ આવી પડે તે કરી ને હું સુખપૂર્વક સ્થિત છું. (૩)

 

कर्मनैष्कर्म्यनिर्बन्धभावा देहस्थयोगिनः । संयोगायोगविरहादहमासे यथासुखम् ॥ ४॥

કર્મ-રૂપ અને નૈષ્કર્મ્ય-રૂપ (અકર્મ) બંધનના ખ્યાલો દેહાભિમાનવાળા યોગીને જ લાગે છે,પરંતુ,

--મને તો દેહ –વગેરે ના સંયોગ અને વિયોગનો અભાવ હોઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૪)

 

अर्थानर्थौ न मे स्थित्या गत्या न शयनेन वा । तिष्ठन् गच्छन् स्वपन् तस्मादहमासे यथासुखम् ॥ ५॥

બેસવાથી,ચાલવાથી કે સૂઈ જવાથી, મને કોઈ લાભ કે હાનિ થતી નથી,આથી,

બેસવા,ચાલવા અને સુવા છતાં –હું સુખપૂર્વક સ્થિત છું. (૫)

 

स्वपतो नास्ति मे हानिः सिद्धिर्यत्नवतो न वा । नाशोल्लासौ विहायास्मदहमासे यथासुखम् ॥ ६॥

કશું પણ કર્યા વગર સૂઈ રહું તો મને કોઈ હાનિ નથી,અને યત્ન કરું તો મને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી,

--આથી “લાભ” અને “હાનિ” એ બંને ને ત્યજી દઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૬)

 

सुखादिरूपा नियमं भावेष्वालोक्य भूरिशः । शुभाशुभे विहायास्मादहमासे यथासुखम् ॥ ७॥

જગતની વસ્તુઓમાં રહેલા સુખ-દુઃખ અને અનિશ્ચિતપણાને વારંવાર જોઈ ને,

--તે શુભ અને અશુભનો પરિત્યાગ કરી હું સુખપૂર્વક સ્થિત છું.(૭) 

 

પ્રકરણ-૧૩-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE