Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૪

પ્રકરણ-૧૮

 

॥ अष्टावक्र उवाच ॥

यस्य बोधोदये तावत्स्वप्नवद् भवति भ्रमः । तस्मै सुखैकरूपाय नमः शान्ताय तेजसे ॥ १॥

અષ્ટાવક્ર કહે છે કે-

જે બોધ (તેજ રૂપી-જ્ઞાન) ના ઉદયથી,જગત એક ભ્રમ કે સ્વપ્ન જેવું થઇ જાય છે,

--તે એક માત્ર શાંત અને આનંદરૂપ-તેજ (પરમાત્મા)ને નમસ્કાર હો (૧)

 

अर्जयित्वाखिलान् अर्थान् भोगानाप्नोति पुष्कलान् । न हि सर्वपरित्यागमन्तरेण सुखी भवेत् ॥ २॥

સર્વ ધન કમાઈને મનુષ્ય પુષ્કળ ભોગો પ્રાપ્ત કરે છે,

--પરંતુ તે બધાના પરિત્યાગ વગર તે સુખી થતો જ નથી.(૨)

 

कर्तव्यदुःखमार्तण्डज्वालादग्धान्तरात्मनः । कुतः प्रशमपीयूषधारासारमृते सुखम् ॥ ३॥

“કર્મ-જન્ય દુઃખ (કર્મોથી પેદા થતાં દુઃખો) –રૂપી”   “સૂર્યની જવાળાઓથી”  જેનું મન ભસ્મ થયું છે,

--તેણે “શાંતિ-રૂપી”  “અમૃતધારા” ની વૃષ્ટિ (વરસાદ) વગર “સુખ” ક્યાંથી મળે ? (૩)

 

भवोऽयं भावनामात्रो न किञ्चित् परमर्थतः । नास्त्यभावः स्वभावानां भावाभावविभाविनाम् ॥ ४॥

આ સંસાર “ભાવના-માત્ર” (સંકલ્પ-માત્ર) છે, અને “પરમાર્થ-દૃષ્ટિ” થી તે કંઈ જ નથી,(મિથ્યા છે)

--કારણકે ભાવ-રૂપ (સંકલ્પ-રૂપ=જગત) અને અભાવ-રૂપ (વિકલ્પ-રૂપ=પ્રલય) પદાર્થોમાં

--સ્થિર થયેલા એવા “સ્વ-ભાવ” નો કોઈ અભાવ (વિકલ્પ) હોતો નથી.(૪)

 

न दूरं न च सङ्कोचाल्लब्धमेवात्मनः पदम् । निर्विकल्पं निरायासं निर्विकारं निरञ्जनम् ॥ ५॥

આત્મા નું “સ્વ-રૂપ” દૂર નથી કે સમીપ (નજીક)માં નથી,(આત્મા તો સર્વ-વ્યાપક છે)-

--તે (આત્મા) સંકલ્પ-રહિત,પ્રયત્ન-રહિત,વિકાર-રહિત,દુઃખ-રહિત અને શુદ્ધ છે,

--તે (આત્મા) તો હંમેશને માટે પ્રાપ્ત છે.(૫)

 

व्यामोहमात्रविरतौ स्वरूपादानमात्रतः । वीतशोका विराजन्ते निरावरणदृष्टयः ॥ ६॥

“મોહ”ના નિવૃત્ત (નાશ) થવાથી, થતા પોતાના “સ્વ-રૂપ” (આત્મા)ના ગ્રહણ-માત્રથી,

--પુરુષ “શોક-રહિત” થાય છે, અને

--આવો આવરણહીન (માયા વિહીન-અનાસકત) પુરુષ, શોભાયમાન (ધન્ય) થાય છે.(૬)

 

समस्तं कल्पनामात्रमात्मा मुक्तः सनातनः । इति विज्ञाय धीरो हि किमभ्यस्यति बालवत् ॥ ७॥

“આ બધું જગત કલ્પના માત્ર છે,અને આત્મા મુક્ત અને નિત્ય છે”

--એમ જાણ્યા પછી ધીર (જ્ઞાની-પંડિત) પુરુષ,શું બાળકના જેવી ચેષ્ટા કરે ?(૭)

 

आत्मा ब्रह्मेति निश्चित्य भावाभावौ च कल्पितौ । निष्कामः किं विजानाति किं ब्रूते च करोति किम् ॥ ८॥

“આત્મા” એ “બ્રહ્મ” (પરમાત્મા) છે,અને ભાવ-અભાવ (જગત અને પ્રલય) કલ્પના-માત્ર છે,

--એવો નિશ્ચય કર્યા પછી તેવા નિષ્કામ પુરુષ,માટે,પછી,

--જાણવાનું શું? બોલવાનું શું? કે કરવાનું શું ? (બાકી રહે છે?) (૮)


अयं सोऽहमयं नाहमिति क्षीणा विकल्पना । सर्वमात्मेति निश्चित्य तूष्णीम्भूतस्य  योगिनः ॥ ९॥

આ બધું “આત્મા” જ છે, એવો નિશ્ચય કર્યા પછી,શાંત બનેલા (જીવન્મુક્ત) યોગીની,

--“આ હું છું,અને આ હું નથી” એવી કલ્પનાઓ નષ્ટ થઇ જાય છે (૯)

 

न विक्षेपो न चैकाग्र्यं नातिबोधो न मूढता । न सुखं न च वा दुःखमुपशान्तस्य योगिनः ॥ १०॥

શાંત બનેલા યોગી (જીવન્મુક્ત) ને,નથી વિક્ષેપ કે નથી એકાગ્રતા,

--નથી જ્ઞાન કે નથી મૂઢતા (અજ્ઞાન),નથી સુખ કે નથી દુઃખ.(૧૦)

 

स्वाराज्ये भैक्षवृत्तौ च लाभालाभे जने वने । निर्विकल्पस्वभावस्य न विशेषोऽस्ति योगिनः ॥ ११॥

નિર્વિકલ્પ (વિકલ્પ વગરના=જીવન્મુક્ત) બનેલા,સ્વ-ભાવવાળા યોગીને,

--સ્વ-રાજ્યમાં (કે પોતાને સ્વર્ગનું રાજ્ય મળે તો તેમાં) કે ભિક્ષાવૃત્તિમાં,

--લાભમાં કે હાનિમાં,લોકોમાં રહે કે જંગલમાં રહે,કંઈ જ ફેર હોતો નથી.(૧૧)

 

क्व धर्मः क्व च वा कामः क्व चार्थः क्व विवेकिता । इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तस्य योगिनः ॥ १२॥

દ્વંદો (સુખ-દુઃખ વગેરે)થી મુક્ત બનેલા,યોગીને,કામ શો? અને અર્થ શો?

--અને “આ કર્યું અને આ કર્યું નહિ” એવો વિવેક શો?(૧૨)

 

कृत्यं किमपि नैवास्ति न कापि हृदि रञ्जना । यथा जीवनमेवेह जीवन्मुक्तस्य योगिनः ॥ १३॥

જીવન્મુક્ત બનેલા આવા યોગી ને માટે કશું કર્તવ્ય છે જ નહિ, વળી,

--તેના અંતરમાં કોઈ આસક્તિ નહિ હોવાને કારણે તે

--જગતમાં યથાપ્રાપ્ત (જે મળી જાય તેમાં આનંદ માની) જીવન જીવે છે.(૧૩)

 

क्व मोहः क्व च वा विश्वं क्व तद् ध्यानं क्व मुक्तता । सर्वसङ्कल्पसीमायां विश्रान्तस्य महात्मनः ॥ १४॥

સર્વ સંકલ્પોના અંતને પામેલા,યોગીને,માટે,મોહ શું? કે જગત શું ?

--ધ્યાન શું ? કે મુક્તિ શું ? (૧૪)

 

येन विश्वमिदं दृष्टं स नास्तीति करोतु वै । निर्वासनः किं कुरुते पश्यन्नपि न पश्यति ॥ १५॥

જે આ જગતને જુએ છે,તે એમ કહી શકતો નથી,કે “જગત નથી” (કારણ તેનામાં વાસનાઓ છે),

--પરંતુ જેનામાં વાસનાઓ રહી નથી તેવો પુરુષ જગતને જોતો હોવા છતાં જોતો નથી(૧૫)

 

येन दृष्टं परं ब्रह्म सोऽहं ब्रह्मेति चिन्तयेत् । किं चिन्तयति निश्चिन्तो द्वितीयं यो न पश्यति ॥ १६॥

જે પુરુષે શ્રેષ્ઠ “બ્રહ્મ” જોયું છે,તેવો પુરુષ “હું બ્રહ્મ છું” એવું ચિંતન પણ કરે છે,પણ,

--જે બીજું કશું જોતો જ નથી એવો (માત્ર આત્માને જ જોતો હોય) પુરુષ શાનું ચિંતન કરે ? (૧૬)

 

दृष्टो येनात्मविक्षेपो निरोधं कुरुते त्वसौ । उदारस्तु न विक्षिप्तः साध्याभावात्करोति किम् ॥ १७॥

જે પુરુષ પોતાનામાં વિક્ષેપો જુએ તે ભલે તેનો નિરોધ (ધ્યાન,સમાધિ વગેરે) કરે,

--પણ જેને કોઈ વિક્ષેપો નથી તે સાધ્યના અભાવથી (કાંઇ સાધવાનું રહેલું ના હોવાથી) શું કરે ?  (૧૭)

 

धीरो लोकविपर्यस्तो वर्तमानोऽपि लोकवत् । न समाधिं न विक्षेपं न लोपं स्वस्य पश्यति ॥ १८॥

લોકો સાથે રહેતો અને લોકો ની જેમ વર્તતો હોવાં છતાં લોકો થી જુદો એવો ધીર (જ્ઞાની) પુરુષ,

--નથી પોતાની સમાધિને જોતો,નથી વિક્ષેપને જોતો કે નથી કોઈ બંધનને જોતો.(૧૮)

 

भावाभावविहीनो यस्तृप्तो निर्वासनो बुधः । नैव किञ्चित्कृतं तेन लोकदृष्ट्या विकुर्वता ॥ १९॥

જે પુરુષ તૃપ્ત છે,ભાવ-અભાવ (સંકલ્પ-વિકલ્પ) અને વાસના વગરનો છે,તે,

--લોકોની નજરે કર્મો (ક્રિયાઓ) કરતો હોવા છતાં કાંઇ કરતો નથી. (૧૯)

 

प्रवृत्तौ वा निवृत्तौ वा नैव धीरस्य दुर्ग्रहः । यदा यत्कर्तुमायाति तत्कृत्वा तिष्ठतः सुखम् ॥ २०॥

જે વખતે જે કરવાનું આવી પડે તે કરીને આનંદથી રહેતા,

--જ્ઞાનીને પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં કોઈ જ દુરાગ્રહ હોતો નથી.(૨૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE