Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૯

 પ્રકરણ-૧૯

 

॥ जनक उवाच ॥

तत्त्वविज्ञानसन्दंशमादाय हृदयोदरात् । नाविधपरामर्शशल्योद्धारः कृतो मया ॥ १॥

જનક કહે છે કે-

આપના તત્વ-જ્ઞાનના ઉપદેશથી,મારા હૃદયમાંથી અનેક પ્રકારના,

--સંકલ્પ-વિકલ્પ રૂપી તીરો (કાંટાઓ) મારા પોતા વડે જ ખેંચી કઢાયા છે.(૧)

 

क्व धर्मः क्व च वा कामः क्व चार्थः क्व विवेकिता । क्व द्वैतं क्व च वाऽद्वैतं स्वमहिम्नि स्थितस्य मे ॥ २॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

--ધર્મ શું?અર્થ શું?કામ શું?વિવેક શું?દ્વૈત શું? કે અદ્વૈત શું?(હવે કશું રહ્યું નથી)(૨)

 

क्व भूतं क्व भविष्यद् वा वर्तमानमपि क्व वा । क्व देशः क्व च वा नित्यं स्वमहिम्नि स्थितस्य मे ॥ ३॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

ભૂતકાળ શું? ભવિષ્યકાળ શું?વર્તમાનકાળ શું?દેશ શું ?કે નિત્યતા પણ શું ?(હવે કશું રહ્યું નથી) (૩)

 

क्व चात्मा क्व च वानात्मा क्व शुभं क्वाशुभं यथा । क्व चिन्ता क्व च वाचिन्ता स्वमहिम्नि स्थितस्य मे ॥ ४॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

--આત્મા શું?અનાત્મા શું?શુભ શું?અશુભ શું? ચિંતા શું? કે ચિંતારહિતપણું શું? (હવે કશું રહ્યું નથી)    (૪)

 

क्व स्वप्नः क्व सुषुप्तिर्वा क्व च जागरणं तथा । क्व तुरीयं भयं वापि स्वमहिम्नि स्थितस्य मे ॥ ५॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

--સ્વપ્ન શું?સુષુપ્તિ,જાગ્રત કે તુરીય અવસ્થા શું?અને ભય પણ શું ? (હવે કશું રહ્યું નથી) (૫)

 

क्व दूरं क्व समीपं वा बाह्यं क्वाभ्यन्तरं क्व वा । क्व स्थूलं क्व च वा सूक्ष्मं स्वमहिम्नि स्थितस्य मे ॥ ६॥

પોતાની મહિમામાં સ્થિત થયેલા મારા માટે હવે,

--દૂર શું કે નજીક શું? બાહ્યનું કે અંદરનું શું? સ્થૂળ કે સૂક્ષ્મ શું? (હવે કશું રહ્યું નથી) (૬)

 

क्व मृत्युर्जीवितं वा क्व लोकाः क्वास्य क्व लौकिकम् । क्व लयः क्व समाधिर्वा स्वमहिम्नि स्थितस्य मे ॥ ७॥

પોતાની મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે,

--મૃત્યુ કે જીવન કેવું?લોકો અને લૌકિક વ્યવહાર કેવો? લય કેવો કે સમાધિ કેવી? (હવે કશું નથી) (૭)

 

अलं त्रिवर्गकथया योगस्य कथयाप्यलम् । अलं विज्ञानकथया विश्रान्तस्य ममात्मनि ॥ ८॥

હું આત્મામાં વિશ્રાંતિ પામેલો હોઈ (આત્માના આનંદમાં નિમગ્ન થયેલો હોઈ)

--ત્રિવર્ગ (ધર્મ-અર્થ-કામ) ની વાત બસ થઇ ગઈ (વાત પતી ગઈ)

--યોગની અને વિજ્ઞાનની વાત પણ બસ થઇ ગઈ.(૮) 

 

પ્રકરણ-૧૯-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE