Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૭

नाहं देहो न मे देहो जीवो नाहमहं हि चित् । अयमेव हि मे बन्ध आसीद्या जीविते स्पृहा ॥२२॥

હું દેહ (શરીર) નથી,તે જ રીતે દેહ એ મારો નથી,અને હું જીવ (મનુષ્ય) પણ નથી,

--કારણ કે હું શુદ્ધ “ચૈતન્ય” છું.

--જીવન પ્રત્યે જીવવાની જે ઈચ્છા (સ્પૃહા) હતી તે જ મારા માટે બંધન હતું (૨૨)



अहो भुवनकल्लोलैर्विचित्रैर्द्राक् समुत्थितम् । मय्यनन्तमहाम्भोधौ चित्तवाते समुद्यते ॥२३॥

અહો,અનત મહાસાગર-રૂપ મારામાં ચિત્ત-રૂપી (મન-રૂપી) વાયુ (પવન) વાતાં,

--જગત-રૂપ (જગતના જેવા) વિચિત્ર તરંગો ઓચિંતા ઉઠયા  (૨૩)

 

मय्यनन्तमहाम्भोधौ चित्तवाते प्रशाम्यति । अभाग्याज्जीववणिजो जगत्पोतो विनश्वरः ॥२४॥

અનંત મહાસાગર-રૂપ મારામાં ચિત્તરૂપ (મન-રૂપ) વાયુ શાંત બની જતાં,

--જીવ-રૂપ (મનુષ્ય-રૂપ) વેપારીનું જગત-રૂપ વહાણ કમનસીબે ભાગી ગયું.(૨૪)

 

मय्यनन्तमहाम्भोधावाश्चर्यं जीववीचयः । उद्यन्ति घ्नन्ति खेलन्ति प्रविशन्ति स्वभावतः ॥२५॥

આ આશ્ચર્યની વાત છે-કે-અનંત મહાસાગર-રૂપ મારામાં

--જીવ (જીવાત્મા)રૂપ (અને જગત-રૂપ) મોજાંઓ આપોઆપ જ ઉત્પન્ન થાય છે,

--અથડાય છે,રમે છે અને છેવટે લય (નાશ) પામે છે.(૨૫)

 

પ્રકરણ-૨-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE