Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૪

પ્રકરણ-૨


॥ जनक उवाच ॥

अहो निरञ्जनः शान्तो बोधोऽहं प्रकृतेः परः । एतावन्तमहं कालं मोहेनैव विडम्बितः ॥१॥

જનક કહે છે કે-શું હું નિર્દોષ,શાંત,જ્ઞાનરૂપ,અને પ્રકૃતિથી પર છું ? પણ (અહો)

--આ તો ખરે,આશ્ચર્યની વાત છે કે-આટલા સમય સુધી હું મોહ વડે ઠગાયો છું !!(૧)

 

यथा प्रकाशयाम्येको देहमेनं तथा जगत् । अतो मम जगत्सर्वमथवा न च किञ्चन ॥२॥

જેવી રીતે આ દેહને એક માત્ર “હું” જ (આત્મા તરીકે) પ્રકાશમાન કરું છું,

--તેવી રીતે જગતને પણ “હું” જ (આત્મા=પરમાત્મા –તરીકે) પ્રકાશમાન કરું છું. આથી,

--(આત્મા તરીકે) સમસ્ત જગત મારું છે,અથવા મારું કંઈ નથી (સર્વ પરમાત્માનું છે) (૨)

 

स शरीरमहो विश्वं परित्यज्य मयाधुना । कुतश्चित् कौशलाद् एव परमात्मा विलोक्यते ॥३॥

અહો, જગત એ પરમાત્માથી જુદું ના હોવા છતાં,(જે વાત આજે જ જાણી) પણ,

--આ વાત જ્યાં સુધી જાણી નહોતી ત્યારે તે વખતે જગતને સાચું જ માન્યું હતું.પરંતુ,

--હવે ઉપદેશના જ્ઞાનથી તેનું મિથ્યાત્વ સમજાઈને,આ જગતમાં જ પરમાત્માનું દર્શન થાય (૩)

 

यथा न तोयतो भिन्नास्तरङ्गाः फेनबुद्बुदाः । आत्मनो न तथा भिन्नं विश्वमात्मविनिर्गतम् ॥४॥

જેમ,પાણીમાંથી જ ઉત્પન્ન થયેલા તરંગો,ફીણ અને પરપોટા,એ પાણી થી જુદા નથી,

--તેમ,આત્મામાંથી બહાર નીકળેલું (બનેલું) આ જગત આત્માથી ભિન્ન નથી. (૪)


तन्तुमात्रो भवेद् एव पटो यद्वद् विचारितः । आत्मतन्मात्रमेवेदं तद्वद् विश्वं विचारितम् ॥५॥ 

જેમ,વિચાર કરતાં જણાય છે કે-કપડું એ તાંતણારૂપ (દોરારૂપ) છે એટલે કે,

--તાંતણાથી જ કપડાનું અસ્તિત્વ છે,તાંતણા એ કપડાથી જુદા નથી,તેમ,

--આ જગત પણ આત્માનો જ અંશ છે.જગત આત્માથી જુદું નથી.(૫)


 यथैवेक्षुरसे क्लृप्ता तेन व्याप्तैव शर्करा । तथा विश्वं मयि क्लृप्तं मया व्याप्तं निरन्तरम् ॥६॥

જેમ,શેરડીના રસમાં કલ્પિત રીતે પણ  સાકર તો રહેલી જ છે, અને,

--સાકરમાં શેરડીનો રસ કલ્પિત રીતે વ્યાપ્ત રહેલો જ છે,તેમ,

--આત્મામાં કલ્પાયેલું જગત,આત્મા વડે જ વ્યાપ્ત રહે છે.(૬)


आत्मज्ञानाज्जगद् भाति आत्मज्ञानान्न भासते । रज्ज्वज्ञानादहिर्भाति तज्ज्ञानाद् भासते न हि ॥७॥ 

જેમ,દોરડાના અજ્ઞાનથી જ તે દોરડામાં (અંધારાને લીધે) સર્પનો ભાસ થાય છે,પરંતુ

--દોરડાનું  જ્ઞાન થતા જ (અજવાળું થતાં)  તેમાં સર્પ ભાસતો નથી,તેમ,

--આત્માના (સ્વ-રૂપના) અજ્ઞાનને લીધે જગત ભાસે છે,પણ આત્મજ્ઞાન થતાં જગત ભાસતું નથી (૭)



      PREVIOUS PAGE
     NEXT PAGE