પ્રકરણ-૧૨
॥ जनक उवाच ॥
कायकृत्यासहः पूर्वं ततो वाग्विस्तरासहः । अथ चिन्तासहस्तस्माद् एवमेवाहमास्थितः ॥ १॥
જનક કહે છે કે-પહેલાં શારીરિક (કાયિક) કર્મોનો,પછી વાણીના કર્મોનો (વાચિક) અને તેના પછી,
--માનસિક કર્મોનો ત્યાગ કરી,હવે હું સ્થિત (સ્થિર) છું. (૧)
प्रीत्यभावेन शब्दादेरदृश्यत्वेन चात्मनः । विक्षेपैकाग्रहृदय एवमेवाहमास्थितः ॥ २॥
શબ્દ વગેરે વિષયોમાં આસક્તિના અભાવથી (વિષયો પ્રત્યે અનાસક્ત) અને,
--આત્મા તો અદૃશ્ય (જોઈ ના શકાય તેવો) હોવાથી,
--કદીક “વિક્ષેપ” તો “એકાગ્ર” હૃદયવાળી સ્થિતિમાં સ્થિત (સ્થિર) છું.(૨)
समाध्यासादिविक्षिप्तौ व्यवहारः समाधये । एवं विलोक्य नियममेवमेवाहमास्थितः ॥ ३॥
“વિક્ષેપ” દશામાં રહેલાને માટે સમ્યક અભ્યાસ કરી “સમાધિ” સુધી પહોંચવાનો નિયમ છે,
--અને “સમાધિ” દશામાં રહેનારા માટે પણ ઉલ્ટા નિયમ- વ્યવહારો છે,તે નિયમો જોઈને,
--(હું તો) આત્માનંદમાં (નિજાનંદમાં) સ્થિત (સ્થિર) છું. (૩)
हेयोपादेयविरहाद् एवं हर्षविषादयोः । अभावादद्य हे ब्रह्मन्न् एवमेवाहमास्थितः ॥ ४॥
ત્યાજ્ય (ત્યાગવાનું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનું) –હવે રહ્યું નથી,
--તેથી “હર્ષ” અને “શોક” ના અભાવવાળી સ્થિતિમાં સ્થિત (સ્થિર) છું.(૪)
आश्रमानाश्रमं ध्यानं चित्तस्वीकृतवर्जनम् । विकल्पं मम वीक्ष्यैतैरेवमेवाहमास्थितः ॥ ५॥
આશ્રમમાં રહેવું કે આશ્રમથી પર થવું,ધ્યાન કરવું કે ધ્યાન ના કરવું,
મન ને માનવું કે ના માનવું,--વગેરે વાતોમાં
--માત્ર “હું” જ (મારી મરજી અનુસાર) વિકલ્પ આપું,એમ સ્થિત (સ્થિર) છું. (૫)
कर्मानुष्ठानमज्ञानाद् यथैवोपरमस्तथा । बुध्वा सम्यगिदं तत्त्वमेवमेवाहमास्थितः ॥ ६॥
જેમ કર્મ કરવાં એ અજ્ઞાનનું કાર્ય છે,તેમ કર્મ ના કરવાં તે પણ અજ્ઞાનનું કાર્ય છે,
--આ “તત્વ” ને જાણી લઇ “હું” સ્થિત (સ્થિર) છું (૬)
अचिन्त्यं चिन्त्यमानोऽपि चिन्तारूपं भजत्यसौ । त्यक्त्वा तद्भावनं तस्माद् एवमेवाहमास्थितः ॥ ७॥
અચિંત્ય (બ્રહ્મ) નું ચિંતન કરનારો પણ “ચિંતન-રૂપ” થાય છે,એ સમજીને,
--તે “અચિંત્ય” (બ્રહ્મ)નું ચિંતન છોડીને સ્થિત (સ્થિર) છું. (૭)
एवमेव कृतं येन स कृतार्थो भवेदसौ । एवमेव स्वभावो यः स कृतार्थो भवेदसौ ॥ ८॥
જેણે આ પ્રમાણે સ્થિરતાની સ્થિતિ કરી છે,તે કૃતકૃત્ય થયા છે, અને
--જેનો આવી સ્થિરતાનો “સ્વ-ભાવ” બન્યો છે તે પણ કૃતકૃત્ય જ છે. (૮)
પ્રકરણ-૧૨-સમાપ્ત