પ્રકરણ-૮
॥ अष्टावक्र उवाच ॥
तदा बन्धो यदा चित्तं किञ्चिद् वाञ्छति शोचति । किञ्चिन् मुञ्चति गृण्हाति किञ्चिद् दृष्यति कुप्यति ॥ १॥
અષ્ટાવક્ર કહે છે કે-જયારે ચિત્ત (મન) કાંઇ--ઈચ્છે-કે-શોક કરે,
--કાંઇ છોડી દે-કે-કાંઇ ગ્રહણ કરે,--કાંઇ હર્ષ કરે-કે-કોપ (ગુસ્સે) કરે,--ત્યારે જ “બંધન” થાય છે. (૧)
तदा मुक्तिर्यदा चित्तं न वाञ्छति न शोचति । न मुञ्चति न गृण्हाति न हृष्यति न कुप्यति ॥ २॥
જયારે ચિત્ત,ઈચ્છા કરતું નથી,શોક કરતુ નથી,--છોડી દેતું નથી કે ગ્રહણ કરતું નથી,
--હર્ષ નથી પામતું કે કોપ નથી કરતું,ત્યારે જ “મોક્ષ” થાય છે. (૨)
तदा बन्धो यदा चित्तं सक्तं काश्वपि दृष्टिषु । तदा मोक्षो यदा चित्तमसक्तं सर्वदृष्टिषु ॥ ३॥
જયારે ચિત્ત,કોઈ પણ દૃષ્ટિથી (નજરથી) વિષયોમાં “આસક્ત” થઇ જાય છે,ત્યારે “બંધન” થાય છે,અને
--જયારે ચિત્ત બધીય દૃષ્ટિથી વિષયોમાં “અનાસક્ત” થઇ જાય ત્યારે “મોક્ષ” થાય છે.(૩)
यदा नाहं तदा मोक्षो यदाहं बन्धनं तदा । मत्वेति हेलया किञ्चिन्मा गृहाण विमुञ्च मा ॥ ४॥
જયારે “અહમ” (હું શરીર છું તેવું -દેહાભિમાન) નથી, ત્યારે “મોક્ષ” છે, અને,
--અહમ (દેહાભિમાન) છે,ત્યારે “બંધન” છે,
--એમ સહજ વિચારી,તું કશાનું પણ ગ્રહણ કે ત્યાગ કર નહિ (૪)
પ્રકરણ-૮-સમાપ્ત