Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૨


अहं कर्तेत्यहंमानमहाकृष्णाहिदंशितः । नाहं कर्तेति विश्वासामृतं पीत्वा सुखी भव ॥ ८॥

હું કર્મોનો કર્તા છું (હું –મારું શરીર-કર્મોનો કરનાર છે) એવા

--“અહં-ભાવ” રૂપી મોટા કાળા સર્પના ઝેર વડે વડે દંશિત થયેલો (ડંસાયેલો) તું,

--“હું કર્તા નથી” તે કથન પર વિશ્વાસ રાખી, તેવા વિશ્વાસરૂપી અમૃતને પી ને સુખી થા (૮)

 

एको विशुद्धबोधोऽहमिति निश्चयवह्निना । प्रज्वाल्याज्ञानगहनं वीतशोकः सुखी भव ॥ ९॥

“હું એક “આત્મા” છું (હું શરીર નથી) અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું” એવો નિશ્ચય કરી ને-તે

--“નિશ્ચયરૂપી –અગ્નિ” વડે “અજ્ઞાન-રૂપ- ગહન વન”ને સળગાવી દઈ,તું

--શોક વગરનો (ચિંતા વગરનો) બનીને સુખી થા (૯)

 

यत्र विश्वमिदं भाति कल्पितं रज्जुसर्पवत् । आनन्दपरमानन्दः स बोधस्त्वं सुखं भव ॥ १०॥

જેમ,દોરડામાં,કલ્પનાથી સર્પનો ભાસ થાય છે,તેમ,(સત્ય લાગતું)જગત એક ભાસ છે,તેને તું,

--“હું તો આનંદ-પરમાનંદ જ્ઞાન સ્વ-રૂપ છું” તેવા જ્ઞાનનો અનુભવ કરી,(તે જગતના ભાસને મિટાવી)

--જ્ઞાનના પ્રકાશમય રસ્તા પર સુખપૂર્વક વિહાર કર (૧૦)

 

मुक्ताभिमानी मुक्तो हि बद्धो बद्धाभिमान्यपि । किंवदन्तीह सत्येयं या मतिः सा गतिर्भवेत् ॥११॥

જે પોતાને મુક્ત માને છે-તે મુક્ત છે અને જે પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે-

--એવી જગતની કિવદંતી (લોકવાદ) છે તે સાચી છે,

--જેની જેવી મતિ (બુદ્ધિ) તેવી જ તેની ગતિ થાય છે.(૧૧)

 

आत्मा साक्षी विभुः पूर्ण एको मुक्तश्चिदक्रियः । असङ्गो निःस्पृहः शान्तो भ्रमात्संसारवानिव ॥१२॥

આ આત્મા એ સાક્ષી,સર્વવ્યાપક,પૂર્ણ,એક,ચૈતન્યસ્વ-રૂપ,અક્રિય,અસંગ,નિસ્પૃહ અને શાંત (આનંદમય) છે.

--પરંતુ ભ્રમ (અજ્ઞાન-માયા) ને લીધે તે સંસાર-વાળો (શરીર-વાળો) હોય તેમ ભાસે છે.(૧૨)

 

कूटस्थं बोधमद्वैतमात्मानं परिभावय । आभासोऽहं भ्रमं मुक्त्वा भावं बाह्यमथान्तरम् ॥१३॥

“હું આભાસાત્મક (હું શરીર છું તેવો આભાસ) છું” એવા ભ્રમને અને,

--બાહ્ય તેમજ અંદરના ભાવો ને (સુખ-દુઃખ-વગેરે) છોડીને,

--પર્વતના જેવા અચળ થઈને (કૂટસ્થ)-તું,અચળ,જ્ઞાનરૂપ,અદ્વૈતરૂપ –આત્માનો જ વિચાર કર.(૧૩)

 

देहाभिमानपाशेन चिरं बद्धोऽसि पुत्रक । बोधोऽहं ज्ञानखड्गेन तन्निकृत्य सुखी भव ॥१४॥

હે પુત્ર, દેહાધ્યાસ રૂપી (હું શરીર છું-તેવા) બંધન વડે લાંબા સમયથી તું બંધાયો છે,

--તે પાશને (બંધનને) “હું જ્ઞાન-રૂપ છું” એવા

--“જ્ઞાન-રૂપી” ખડગ (તલવાર) વડે છેદી (કાપી) નાખી તું સુખી થા.(૧૪)


      PREVIOUS PAGE
     NEXT PAGE