Go to Page | 1......2......3......4......5 .. |
ભાગ-૧ માં પ્રાણ વિષે વિચાર્યું હવે નાડી વિષે વિચારીએ
નાડી--
-------
નાડી વિષે સમજવું અને સમજાવવું અઘરું છે.
ઘણા લોકો -
નાડી ને જ્ઞાન તંતુ જોડે સરખાવે છે.
જે સાચું નથી .
કારણ કે જ્ઞાનતંતુ નું ઉદગમસ્થાન -મગજ- છે. પણ
નાડી નું ઉદગમસ્થાન
નાભિ ની નીચે અંડાકાર -કંદ-માં છે.
અને તે સુવર્ણ જેવો છે અને સૂક્ષ્મ શરીર નો ભાગ છે.
આ- કંદ- અત્યારના શરીર વિજ્ઞાન મુજબ જોઈ શકાય તેવો નથી.
અનુભવ થી સમાધિના ઉચ્ચ સ્તરો પરથી જે ઋષિ મુની ઓ એ
સમજાવ્યું છે તે મુજબ-
શરીરમાં પ્રાણ ના પ્રવાહો વહે છે.
અને આ પ્રાણ ના પ્રવાહો જેમાં થઈને (કલ્પિત રીતે ) વહે તેને -નાડી- કહે છે.
જુદા જુદા ગ્રંથો માં નાડી ઓની સંખ્યા જુદી જુદી બતાવી છે.
પણ ગોરક્ષ શતક મુજબ જોઈએ તો -
૭૨૦૦૦ નાડી ઓ માં ૭૨ મુખ્ય છે.
આ ૭૨ માં ૧૦ મુખ્ય છે.જે મહત્વની છે.
અને આ ૧૦ માં જે વધુ પ્રચલિત છે તે ત્રણ છે.
૧.સુષુમ્ણા---કરોડ રજ્જુ ની મધ્યમાં તેનું સ્થાન છે.
૨.ઈડા ------કરોડ રજ્જુ ની ડાબી બાજુ તેનું સ્થાન છે.
૩.પિંગલા --કરોડ રજ્જુ ની જમણી બાજુ તેનું સ્થાન છે.
આ ત્રણે નું ઉદગમસ્થાન નાભિ નીચેના કંદ થી શરુ થઇ -
મૂલાધાર ચક્ર (નીચેની બાજુ) સુધી જઈ સહસ્ત્રાર ચક્ર સુધી જાય
એવું સમજી શકાય.
આટલું સમજાય તો વધુ આગળ સમજાય ..................
અને તે સમજવા ગોરક્ષ સતક નો આશરો લેવો રહ્યો.
જો કે આ અનુભવ થી જ સમજાય એવી વસ્તુ લાગે છે.
અને તર્ક થી તે સમજી શકાતી નથી જ............
Go to Page | 1......2......3......4......5 .. |
કુંડલીની-સરળ સમજ --ભાગ -૩
વધુ-સર્ગ સિદ્ધાંત અને કુંડલીની માટેની લીંક
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો