Oct 15, 2011

કુંડલીની-સરળ સમજ --ભાગ -૧

 Go to Page   1......2......3......4......5 ..   

કુંડલીની

ને સરળતાથી સમજવા માટે

પ્રાણ,
નાડી, અને
ચક્રો ને
સહુ પ્રથમ સમજવાનો પ્રયાસ કરીએ ...

સાધના ની શરૂઆત માં સાધક આ  બધું જ્ઞાન મન-બુદ્ધિ માં આરોપણ- ના -
કરે તેવી સલાહ ઋષિ ઓ એ આપેલી છે.
એમ છતાં કોઈ આવું આરોપણ કરે તો -
ભ્રમણાઓ-સંશયો વધી અને માર્ગ માં અડચણો થઇ -
સાધનાની ગતિ ધીમી થઇ જવાની શક્યતા ઓ છે.

કારણ કે આ બધુજ સુક્ષ્મ છે.નરી આંખે કે તર્ક થી દેખાય તેવું નથી.
-------------------------------------------------------------------------------------
પ્રાણ 
-----
મુખ્યત્વે -ઋષિ ઓએ તેમના અનુભવ મુજબ
 -પ્રાણ ના પાંચ મુખ્ય વિભાગ કર્યા છે અને
--પાંચ ઉપ પ્રાણ નો પણ ઉલ્લેખ છે.

આ બધા વિભાગો અત્યારના વિજ્ઞાન મુજબ છુટાછુટા દેખાડવા શક્ય નથી.
પણ તે સાધના ના થોડાક ઉપલા સ્તરે અનુભવવા શક્ય જરૂર બને છે.

શરૂઆત માં માનસિક રીતે તેનું આરોપણ કરવાની જરૂર નથી .
એનો અનુભવ આપમેળે થશે એમ જણાવવામાં આવ્યું છે.

જો કે શરૂઆત માં એવું પણ બને કે આ વસ્તુ માનવા જ ઘણા કોઈ
બુદ્ધિજીવી ઓ -ના -થાય .એમણે અહીં જ વાંચવાનું બંધ કરી તેમનો કિંમતી
સમય ના બગાડવો.

૧ . પ્રાણ --નું સ્થાન -નાક થી છાતી સુધી છે.
              --નું કાર્ય શ્વાસ નું ગ્રહણ અને હૃદય નું છે.

૨.અપાન --નું સ્થાન નાભી ની નીચે છે.
              --નું કાર્ય ઉચ્છવાસ અને ઉત્સર્ગ(મળ દ્રવ્યો નું) છે.

૩.સમાન --નું સ્થાન પ્રાણ અને અપાન ની વચ્ચેનું છે.(હૃદય થી નાભી)

૪.ઉદાન --નું સ્થાન કંઠ અને કંઠથી ઉપર મસ્તક માં છે.
             --નું કાર્ય શરીર ને ઉત્થિત રાખવાનું છે.
                (વ્યષ્ટિ પ્રાણ ને સમષ્ટિ પ્રાણ જોડે સમન્વય કરાવવાનું)

૫.વ્યાન --નું સ્થાન સર્વત્ર શરીર માં છે.
             --નું કાર્ય રુધિરાભિસરણ છે.

આ સિવાય બીજા પાંચ ઉપ પ્રાણો નો ઉલ્લેખ પણ છે.

૧. નાગ -નું કાર્ય ઓડકાર અને છીંક છે.
૨.કુર્મ.  --નું કાર્ય સંકોચ છે.
૩.કૂકર.--નું કાર્ય ભુખ-તરસ છે.
૪.દેવદત્ત.--નું કાર્ય નિદ્રા અને તંદ્રા છે.
૫.ધનંજય.--નું કાર્ય મૃત્યુ બાદ શરીર નું ફૂલી જવું છે.
                --  કહે છે કે મૃત્યુ બાદ પણ તે શરીર માં રહે છે.
                 --નાસિકા ના છિદ્રો માં તેનું સ્થાન છે.

 Go to Page   1......2......3......4......5 ..   


કુંડલીની-સરળ સમજ --ભાગ -૨
 વધુ-સર્ગ સિદ્ધાંત અને કુંડલીની માટેની લીંક 
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો