ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે--
અમે તો ભગવાન જોયા નથી ....
અને જે જોયું ના હોય તેને સાચું કેમ કરી માનવું ?
એટલે જ અમે ભગવાન માં માનતા નથી .....
વળી એટલા બધા ભગવાનો છે કે કયા ભગવાન ને માનવું તે જ નક્કી કરી શકાતું નથી ......
હવે અહી જોઈએ તો તેમની વાત સાચી છે અને નથી પણ ....
સાચું એ છે કે મૂળભૂત વાત ભુલાઈગઈ છે ......
તો પછી આ મૂળભૂત વાત છે શું?
આ વાત બધાને ખબર છે ,કશું નવું નથી
ભગવાન એક જ છે
સત્ય એક જ છે
બાકીના જે મંદિરોમાં બેઠા છે તે
દેવો છે .....
જો આ દેવો ને બધા ભગવાન કહે તો
દુનિઆ નો દરેક આત્મા દેવ છે , ભગવાન છે .....
જો આ દેવો - જે જુદી જુદી પ્રકૃતિ ના પ્રમાણે જુદા જુદા છે -
તેને જો કોઈ ભગવાન માનવા તૈયાર ના થાય તો કંઈ ખોટું
નથી ....
કોઈ એક પ્રકૃતિ નો માનવી બીજી કોઈ પ્રકૃતિના દેવ ને
કેવી રીતે માને?
પણ સવાલ ત્યારે ઉભો થાય છે
જયારે તે માનવી ને કોઈ પણ જગ્યા એ શ્રધ્ધા નથી -વિશ્વાસ નથી ....
છેવટે આત્મ શ્રધ્ધા પણ ના હોય તો તે કેવું ?
બહુ જ સરળ ભાષામાં કહીએ તો
જયારે ભગવાન અને દેવ (પરમાત્મા અને આત્મા )
એમ બે હોય ત્યારે તે દ્વૈત(બે) કહેવાય છે ,
અને
બંને જયારે એક થઇ જાય છે ત્યારે
અદ્વૈત(એક) થઇ જાય છે .
અને આ અદ્વૈત એ વેદાંત નું તત્વ ગ્નાન છે .
ફરી થી આ વાત ને સમજવી હોય તો ----
જયારે માનવી
હું ને મારો ભગવાન (એમ બે )એવું માને તો તે દ્વૈત છે
ભક્તિ છે
અને
જયારે માનવી એમ માને કે હું. જ ભગવાન છું (બંને એક થયા )
ત્યારે અદ્વૈત થાય છે
અને આ ગ્નાન છે .
કહેવાય છે કે
જો આ ભક્તિ અને ગ્નાન માં વૈરાગ્ય ઉમેરાય તો
અને આ ત્રણે નો અનુભવ થાય ........
તો પરમાત્મા ને સમજવા સહેલા થઇ જાય છે .
પછી કોઈ જ શંશય રહેતો નથી ......