Feb 1, 2013

અત્યંત ગુહ્ય શાસ્ત્ર-Atyant Guhya Shastra




સત્ય જ્ઞાન ને સમજાવનારા શાસ્ત્રો અનેક છે .
જેનો જિંદગીભર અઘ્યયન કરવામાં આવે તો પણ ખૂટે નહી .

પ્રશ્ન એ થાય કે એવું કયું શાસ્ત્ર છે કે જેમાં ગુહ્ય છે ?
અને આ ગુહ્ય શાસ્ત્ર માં સહુથી વધુ -અત્યંત ગુહ્ય શાસ્ત્ર કયું હશે?

એવા અત્યંત ગુહ્ય શાસ્ત્ર માં એવું શું ગુહ્ય હશે?

ગીતા અધ્યાય -૧૫ માં કૃષ્ણ કહેછે કે-

આ પ્રમાણે અત્યંત ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું .જેને જાણવાથી મનુષ્ય 
બુદ્ધિમાન અને કૃત કુત્ય થાય છે.......................................................૨૦ 

આવું ચોખ્ખું લખ્યું છે.---અત્યંત ગુહ્ય શાસ્ત્ર -----

અનેક બુદ્ધિજીવીઓ આ વાંચે છે.

માત્ર ૨૦ શ્લોક નો આ અધ્યાય જયારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેની  પાછળ
કડકડાટ વાંચી જનાર માણસો જોવા મળતા હોય છે.

દરરોજ નિત્ય પાઠ કરનાર પણ જોવા મળે છે.(માત્ર ૨૦ શ્લોકો જ છે ને?)

આ પાઠ કરીને પણ તેને કેટલું સમજ્યા હશે તે બીજો પ્રશ્ન છે.

પણ કોઈને એ પાઠ માં શું છે? તેની ઉત્કંઠા પણ ના થાય તેવા માનવી કરતા તો
આ પાઠ કરનાર બહેતર હશે.
કમસે કમ કોઈક દિવસે તો તેના અર્થ ની તેમને ખબર પડશે જ ........


મને એવું લાગે છે કે જગતની ઉત્પત્તિ વિષે નો સર્ગ સિધ્ધાંત (લીંક) જો
થોડોક પણ સમજાયો હોય તો આ ગુહ્ય શાસ્ત્ર સમજવામાં સરળતા રહે .

તો હવે એ અત્યંત ગુહ્ય શાસ્ત્ર શું હશે?તે વિષે થોડુંક જોઈએ .......

જગત રૂપી પીપળાના વૃક્ષ ના 
મૂળ --ઉપર-- છે.
અને
શાખાઓ ---નીચે --છે. 
તથા 
આ વૃક્ષ નો કદી પણ --નાશ -- થતો નથી.(અવિનાશી)
એમ કહેવામાં આવે છે.
વેદ ના છંદો (જુદી જુદી જાતના યજ્ઞો અને કર્મો)
આ વૃક્ષ ના પાંદડા છે.

જે માનવી આ વૃક્ષ ને (આ રહસ્યને )
તત્વથી (મૂળ સહિત)
જાણે છે તે 
વેદવેતા (જ્ઞાતા) છે........................................................૧  

નોધ -
અહીં સામાન્ય રીતે જયારે વૃક્ષ શબ્દ આપણે વાંચીએ ત્યારે જમોન પરનું
વૃક્ષ આપણી નજર સમક્ષ થઇ જાય છે.
અને આ વૃક્ષ ના મૂળ ઉપર તરફ હોય છે તે કલ્પવાનું આપણે ભૂલી જઈએ
છીએ.અને શ્લોક ને સાચી રીતે સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ.

આ જગત માં ક્ષર (નાશવંત) અને અક્ષર (અવિનાશી)
બેજ પુરૂષ (પદાર્થ) છે.
સર્વ ભૂતોને (પ્રાણી ઓ શરીરને) ક્ષર કહે છે. અને
કુટસ્થ ને  (જીવાત્મા -માયાની ઉપાધી થી યુક્ત જીવ)
અક્ષર કહે છે................................................................૧૬ 

ઉત્તમ પુરૂષ (પુરુષોત્તમ) આ બંનેથી (ક્ષર-અક્ષર) તો 
કોઈ જુદો જ છે.
જે જગત માં પ્રવેશ કરીને (આકાશ ની જેમ)
સર્વે નું ધારણ-પોષણ કરે છે.
જેને 
પરમાત્મા-ઈશ્વર -અવિનાશી કહેવામાં આવે છે...............૧૭ 

અદભૂત આશ્ચર્ય તો એ છે કે કૃષ્ણ -પોતે
ઈશ્વર ની વ્યાખ્યા આપે છે.

ગીતા ના દાખલા આપીને કૃષ્ણ ની નિંદા કરનારા લોકો
કદાચ અર્થ સહિત આ શ્લોકો ને સમજે તો -
કૃષ્ણ કદાચ સમજાય અને તેમના પ્રત્યે પ્રેમ થાય.