સર્ગ -સિધ્ધાંત (સાંખ્ય-દર્શન)
આ જાણવું બહુ જરૂરી છે.જે ઘણા બધા પ્રશ્નો નો જવાબ આપી શકે તેમ છે.
....................................................................................................................................................
--આ સહેલાઇ
થી (તર્કથી) બુદ્ધિ માં ઉતરે તેવો સાંખ્ય-મત છે.
--પુરૂષ ને નિમિત્ત -કારણ -રૂપ અને દ્રષ્ટા કહ્યો છે.
--પ્રકૃતિ ને શક્તિ કહી છે અને જે માયા-અવિદ્યા-વગેરે તરીકે વિખ્યાત છે.
--આ
પુરૂષ અને પ્રકૃતિ નો કોઈ વાસ્તવિક રીતે સંયોગ થતો નથી .
પણ
બંને સાથે જ નજદીક -નજદીક રહેવાથી
બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા થાય છે
અને જેથી પ્રકૃતિના ગુણો નો (સાત્વિક ------રાજસિક --- -તામસિક )
ક્ષોભ થાય છે ...........
---અને આ
પ્રકૃતિ ના ગુણો નો ક્ષોભ થવાથી જગતની ઉત્પત્તિ થાય છે.સર્ગ થાય છે.
.............................................................................................................................................
--આ બંને
નું પ્રથમ સર્જન તે વ્યષ્ટિ રૂપે (વિશાળ રૂપે) મહત્ (તત્વ ) તરીકે ઓળખાય છે.
અને
વ્યક્તિ રૂપે તે બુદ્ધિ--શક્તિ તરીકે ઓળખાય છે.
આ બુદ્ધિ તે પુરૂષ-પરમાત્મા ની સહુથી નજીક છે.અને
પરમાત્માથી પ્રકાશિત છે.
--બીજું
સર્જન તે ત્રણ જાતના અહંકાર(અહમ) પૈકી
----
વૈકારીક અહંકાર (સાત્વિક)
કે જેમાં મન- પાંચ જ્ઞાનેદ્રીઓ અને પાંચ કર્મેન્દ્રિઓ આવે છે.
----ભુતાદિ અહંકાર (તામસિક)
કે જેમાં પાંચ તન્માત્રાઓ-ને પંચ મહાભૂતો આવે
છે.(આકાશ-વાયુ-તેજ-જલ-પૃથ્વી)
---તેજસ અહંકાર (રાજસિક)
સાત્વિક અને તામસિક અહંકાર ને શક્તિ આપે છે.
સાત્વિક અને તામસિક અહંકાર ને શક્તિ આપે છે.