Feb 1, 2024

Where is Happiness and peace? Gujarati-સુખ અને શાંતિ ક્યાં છે ?

સહુ પ્રથમ તો,સુખ અને શાંતિ એટલે શું?
તેનો જો ગંભીરપણે કે ઊંડા વિચારથી સમજવા પ્રયત્ન કરીએ તો ...

સુખ અને શાંતિની આડે જે અવરોધો આવે છે
તે જ આપણને સુખ અને શાંતિથી દૂર રાખે છે
આ અવરોધો દૂર કરવા મન સતત વિચારતું રહે છે .
અને આ રીતે સતત વિચારતું મન અશાંત જ રહે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે-
આ અવરોધો આપણે પોતે જ ઉભા કરીએ છીએ ...

આ અવરોધો આવે છે ........
---કોઈક અમુક પ્રકારનું જીવન જીવાતું હોય તેનાથી
----કોઈ અમુક જાતના સમાજમાં રહેવાથી
---કોઈ અમુક ધર્મના અનુનાયી હોવાના કારણથી
---આપણા કોઈ સિદ્ધાંતો કે માન્યતાના કારણથી

આ અવરોધોનું નામ આપવું હોય તો તેને
લોભ,કામ,ક્રોધ,ઈર્ષ્યા ,તૃષ્ણા ,મહત્વાકાન્ક્ષા 
એવા ઘણા નામો આપી શકાય .

ઉપરના નામવાળા બધા -કે પછી-એમાંના થોડા
કામળાઓ ઓઢીને આપણે બેસી જઈએ છીએ.
અને બુમો મારે જઈએ છીએ.કે----ખૂબ જ ગરમી લાગે છે.

ઉપાય એકદમ સહેલો છે,કામળાઓ ફેકી દેવાના છે.
તો પછી સુખ અને શાંતિ જ છે.

અથવા તો સાવચેતી રૂપે જો કામળા ઓ ઓઢીએ જ નહી,
તો પણ સુખ અને શાંતિ તો ત્યાં છે જ.

અવરોધો આવતા પહેલાં જ જો ટાળી શકીએ તો
સુખ અને શાંતિ છે જ .......

જો કે "સંસારમાં છીએ તો સંસારના લોકોની જેમ જીવવું પડે "
એવી વાહિયાત દલીલો જોવા વારંવાર મળતી હોય છે .

પણ,જો આ સંસારને જોઈએ તો તે --
અસંખ્ય જુદી જુદી જાતના -
સમાજો --જ્ઞાતિઓ --ધર્મો--પંથો-સંપ્રદાયો-વાદોનો બનેલો છે.
અને દરેક જણ બીજાને એમ ઠસાવવા મથતો હોય છે કે
પોતે જે રાહ અનુસરે છે તે જ સારામાં સારો છે.
અને તે જ અનુસરવા યોગ્ય છે.

આજે અહીં તો કાલે તહીં એમ
સંસારના આવા જુદા જુદા લોકોની જેમ જીવવાના
સંઘર્ષમાં શાંતિ ક્યોંથી હોય?

આમ સુખ અને શાંતિ ની આડે આવનાર આપણે પોતે જ છીએ.

પાછી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે
આવી અશાંતિ ઉભી કરીને આપણે-
કાં તો બીજાઓના મદદની રાહ જોઈને ઉભા રહીએ છીએ અથવા
અશાંતિના પ્રશ્નનો નિરાકરણ શોધવાનો પ્રયાસ કરીએ છીએ.
અને ત્યારે આપણે સમય અને શક્તિ બંનેનો દુર્વ્યય કરીએ છીએ.

આપણે આવું જયારે કરીએ ત્યારે
આપણે વસ્તુને (શાંતિને) ત્યાં શોધી રહ્યા છીએ કે જે ત્યાં નથી.

Anil Pravinbhai Shukla

www.sivohm.com