GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
ગીતામાં પરમ તત્વ ને પામવાના જુદા જુદા રસ્તા ઓ બતાવ્યા છે .
આ રસ્તાઓ--જુદા જુદા યોગો કહી શકાય ...
બધા રસ્તા ઓ પર એક સાથે તો કેમ જઈ શકાય ?
એટલે જ કોઈ એક રસ્તો શરૂઆત માં પસંદ કરી શકાય ......
ક્યાંક શરુ કરવાનું છે ....જાગવાનું છે .......
પછી આગળ જઈને બધા રસ્તા મળી જાય છે ............
મુખ્ય રસ્તા ઓ ત્રણ બતાવ્યા છે
જ્ઞાન યોગ ---કર્મયોગ ---ભક્તિયોગ
ત્રણ જુદી જુદી પ્રકૃતિના માનવો માટે ત્રણ જુદા જુદા રસ્તા ઓ છે ....
પોતાની પ્રકૃતિ અનુસાર કોઈ એક રસ્તા થી શરૂઆત કરવાની છે ---
પ્રકૃતિ ના ત્રણ પ્રકારો વર્ણવ્યા છે --(સાત્વિક --રાજસિક --તામસિક
અને
તે બાહ્યિક પ્રકૃતિ અને અંતરિક પ્રકૃતિ માં વિભાજીત પણ છે.)
-----------------------------------------------------------------------------------------------------------
કર્મયોગ
----મોટા ભાગના માનવો કર્મ પ્રધાન જોવા મળતા હોય છે --
ઉદાહરણ તરીકે --
આવા લોકો કહેતા હોય છે ..
-----ભગવાને એક જિંદગી આપી છે તો મજા કરો
-----આપણે તો કામ કરે જવાનું -ફળ મળે તે ભોગવે જવાનું
આ સાચું જરૂર છે ---પણ
આમ જિંદગી ભોગવવા માં રસ્તે આવતા ભોગો માં માનવ
આશક્ત થઇ અને એષણા ઓ નો શિકાર નથી થતો હોતો ???
----આ વખતે કર્મયોગ આવીને અનાશક્તિ નો પાઠ ભણાવે છે
(જેને ભણવો હોય તેને જ )
ભક્તિયોગ
---બીજા થોડા માનવો લાગણીપ્રધાન હોય છે
---જેમાં થોડા માનવો ભક્ત હોવાનો આડંબર ધરતા હોય છે
અને ટીલાં -ટપકાં -માળા -મંદિર-યજ્ઞ -દાન માં મસ્ત હોય છે
---આ વખતે ભક્તિયોગ આવીને તીવ્ર ભક્તિ અને શરણાગતિ ના
પાઠ ભણાવે છે (અલબત્ત જેને ભણવા હોય તેને જ )
જ્ઞાનયોગ
--બીજા થોડા માનવો તર્કપ્રધાન હોય છે --સંશોધન વૃત્તિ વાળા હોય છે -
---જેમાં થોડા માનવો જે જ્ઞાની છે --તે જ્ઞાન ના દેખાવ માં
તૈયાર અને જ્ઞાન ના અહમ માં મસ્ત હોય છે .
---આ વખતે જ્ઞાનયોગ આવી અહમ નો નેસ્તનાબૂદ કેમ કરવો અને
શિવોહમ ના પાઠ ભણાવે છે ---
================================================================
આ જ ત્રણ રસ્તાઓ ને લગતા જ
થોડા બીજા રસ્તાઓ જોવા માં આવે છે ----
કે જેના માત્ર નામ જુદા છે -----પણ મોટે ભાગે આનું જ્ઞાન -તે ઉપરનાં ત્રણ માં
આવી જાય છે.
અમુક પ્રકૃતિ ના લોકો માટે તે જુદા પડ્યા હશે??
રાજયોગ ---------૩-૨૮
૫-૮
૫-૯
હઠયોગ ----------૮-૧૨
૮-૧૩
જપયોગ---------૮-૧૪
અભ્યાસ યોગ ---૧૨-૯
૬-૩૫