GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
દેહાધ્યાસ કેમ દૂર કરવો ?
દેહાધ્યાસ એટલે કે
હું દેહ (શરીર ) છું એવું માનવું તે .....
દેહાધ્યાસ દૂર કરવા ગીતા ના ષ્લોક નીચે મુજબ ના છે -
૨-૨૦
આ આત્મા
કોઈ કાળે નથી જન્મતો અને નથી મરતો
અથવા
ના આ આત્મા થઈને (નવો થઈને )પછી થવાનો છે
(કારણકે )
આ આત્મા
અજન્મા --નિત્ય --શાશ્વત (અને )પુરાતન છે .
શરીર નો નાશ થવા છતાં (તેનો) નાશ થતો નથી .
ઉદાહરણ તરીકે જ્ઞાનેશ્વર કહે છે કે ---
ઘટ(ઘડા ) માં ના આકાશ નો આકાર ઘટ જેવો જ છે પણ
ઘટ નો નાશ થતાં તે આકાશ નાશ પામતું નથી
૨-૨૩
આ આત્માને શસ્ત્રો વગેરે ના કાપી શકે છે (અને )
એને (આત્માને )આગ જલાવી શકતી નથી (તથા )
એને જળ ભીનું કરી શકતું નથી અને
એને વાયુ નથી સુકવી શકતો .
નોંધ-અહી ચાર મહાભૂતો એ બાકીના એક મહાભૂત (આકાશ ) ને અસર નથી કરી
શકતા એવું સમજી શકાય ??
આત્મા ને આકાશ સાથે સરખાવવાનું કેટલું યોગ્ય લાગે છે !!!!!
૨-૧૯
જે આ આત્માને
મારવા વાળો સમજે છે તથા
જે
એને મરેલો માને છે
તે બંને નથી જાણતા(સાચું નથી જાણતા-અજ્ઞાની છે) કે
આ આત્મા નથી મારતો કે નથી મરાતો.