GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
આપણે બધા મોટે ભાગે સુતા જ હોઈએ છીએ ----
હાલતા ચાલતા કે ખુલી આંખ હોવા છતાં પણ -----
સહુ પ્રથમ તો જાગવાનું છે,જાગી જઈએ તો બેડો પાર છે.
બધી જાતનું --પછી તે સાચું હોય કે ખોટું હોય --પણ "જ્ઞાન" આપણી પાસે હાજર છે -
આ 'જ્ઞાન' નો અનુભવ કરવાનો છે .અને' ઈશ્વર' એ 'અનુભવ' માત્ર છે.
પણ માનવી જાગે ક્યારે ?
પ્રબળ વૈરાગ્ય આવે તો માનવી જાગે .......
સંસાર માં આપણે એટલા આસક્ત છીએ કે 'વૈરાગ્ય' સૂઝતો નથી .
---કદી ક્યાંક --જ્યાં પણ આપણી આસક્તિ છે-- તે વ્યક્તિ કે પદાર્થ--
આપણને જયારે દગો દે ત્યારે --
અને
---ક્યારેક સ્મશાન માં વૈરાગ્ય આવી જાય છે .
પણ તે- ક્ષણીક- હોય છે.
આવા ક્ષણીક વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ??
ગીતા કહે છે -----આ બે સાર રૂપી શ્લોક વડે --(૫-૨૨)--(૧૩-૯)
----------------------------------------------------------------------------
ગીતા ૫-૨૨ -શબ્દાર્થ
ઇન્દ્રિયો અને વિષયો ના સંબધ થી થનારા (સંસ્પર્શજા)
જે ભોગ (સુખ અનુભવ )છે-- તે--
આદિ અને અંત વાળા છે (આદ્ય ન્ત વંત ) માટે
બુદ્ધિમાન પુરૂષ (બુધ:)
તેમાં રમતા નથી .(ન રમતે )
---------------------------------------------------------------------------
ગીતા ૧૩ -૯ -શબ્દાર્થ
વિષયોમાં ઇન્દ્રિયો ની વિરક્તિ (વૈરાગ્ય ) --
અહંકાર નો અભાવ (ના હોવું )--
જન્મ,મૃત્યુ,જરા(વૃધાવસ્થા )વ્યાધિ વગેરે માં રહેલા
દુખો નો વારંવાર વિચાર કરવો
------------------------------------------------.
આ જ વસ્તુ સમજવા જ્ઞાનેશ્વરે ઘણા ઉદાહરણો આપ્યા છે ----
વિષયો નું સુખ કે ભોગ શેના જેવા છે ??
--આકાશ માં થતી વીજળી ના ચમકારા થી જગત નો વ્યાપાર ચાલી
શકતો નથી (ક્ષણીક)
--મૃગજળ જોઈ તરસ્યા મૃગો તેની તરફ દોડે તો પાણી મળવાનું નથી
--માછલી પકડવાના હુક પર લગાડેલા માંસ ને જ્યાં સુધી માછલી
મો લગાડતી નથી ત્યો સુધી ઠીક છે
--પરું માં રહેલા કીડા ને પરુંની ધ્રુણા આવતી નથી
--વેશ્યા નું આચરણ પ્રથમ સુખદાયક હોય છે પણ પછી ......?GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |