Aug 14, 2011

શું શરીર એ આત્મા છે ?


શું શરીર એ આત્મા છે ?

સામાન્ય રીતે
આપણી પાસે આવું બધું જ્ઞાન હાજર છે

હું એટલે શરીર એમ માનીએ છીએ
અને સાથે સાથે
હું એટલે આત્મા એવું પણ માનીએ છીએ
એટલે
"શરીર" ને "આત્મા" એક જ એવું પણ માનીએ છીએ .

પણ જયારે મૃત્યુ ની વાત આવે ત્યારે
શરીર મરે છે પણ આત્મા મરતો નથી
એવું પણ માનીએ છીએ ......

પણ સામાન્ય જિંદગીમાં
આપણું
હું એટલે શરીર છું એવું વર્તન હોય છે .

મોટે ભાગે આપણે
આત્મા શું છે?
આત્મા ક્યાં  છે ?
આત્મા કેવો છે ?
એ જાણવા માટે નો પ્રયત્ન કરતા નથી .

અને આ જાણવા માટે જુદા જુદા રસ્તા
આપણા જુદા જુદા પુસ્તકોમાં જ્ઞાન રૂપે હાજર છે .
અને આ જ્ઞાન મેળવીને તે
આત્મા નો અનુભવ કરવો તે ધ્યેય છે.

સહેલાઇ થી સમજવા સહુથી શ્રેષ્ઠ ઉદાહરણ
ઘટાકાશ અને મહાકાશ નું છે.

જ્ઞાનેશ્વરજી વધારાના સરળ ઉદાહરણો આપે છે --

--સ્વપ્ન માંના વિષયો સ્વપ્નમાં જ ખરા-સાચા દેખાય છે
   પણ જાગ્રત અવસ્થા માં તેમાંનું કંઇ રહેતું નથી
--પાણી થી ભરેલું પાત્ર ઉંધુ કરતા સુર્ય નું પ્રતિબીંબ નાશ પામેલું
   જણાય છે પણ તેથી ખરો સૂર્ય નાશ પામતો નથી
--મનુષ્ય ના પડછાયા પર કરાયેલો શસ્ત્ર પ્રહાર
   શરીર ને લાગતો નથી

તત્વવિવેક-(શંકરાચાર્ય )-માં પણ આત્મા ની સમજ આપેલી છે-અહીં ક્લિક કરો.